• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

બુમરાહે ટેસ્ટમાં હજુ સાબિત કરવાનું બાકી : વકાર યુનિસ

નવી દિલ્હી, તા.29 : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યુનિસે જસપ્રીત બુમરાહને ક્રિકેટનો શ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં તેને હજુ વધુ સાબિત કરવાની જરૂર હોવાનું જણાવ્યું છે. 52 ટેસ્ટમાં 19.7ની શાનદાર સરેરાશથી 234 વિકેટ ઝડપવા છતાં વકારના મતે બુમરાહે ટેસ્ટ ક્રિકેટ પૂરતું રમ્યું નથી.

નોંધનીય છે કે, બુમરાહ સૌથી ઝડપી 50 અને 100 ટેસ્ટ વિકેટ ઝડપનારો ભારતીય પેસર બનવાની સાથે ટેસ્ટ હેટ્રિક પણ લઈ ચૂક્યો છે. 2024માં આઇસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બનેલા બુમરાહે 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિક્રમી 32 વિકેટ ઝડપી હતી. વકારે જણાવ્યું કે, વ્હાઇટ બોલ ક્રિકેટમાં બુમરાહની તોલે આવે તેવો કોઈ બોલર નથી અને દબાણની ક્ષણોમાં તે હંમેશાં પ્રભાવ પાડે છે. જોકે ટેસ્ટમાં મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને ઇંગ્લિશ બોલરોની સરખામણીએ બુમરાહે હજુ ઘણું કામ કરવું પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક