• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

પોરબંદર ઃ બોખીરામાં છતના પોપડા પડતા યુવતીને ઇજા

પોરબંદર, તા.29 ઃ પોરબંદરના આવાસ યોજનામાં છતમાંથી ધડાકાભેર પોપડા પડતા યુવતીને પગમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ લવાઈ હતી.

પોરબંદરની આવાસ યોજના ખાતે જર્જરિત મકાનોના કારણે વધુ એક વખત મોટી દુર્ઘટના સર્જાઈ છે. આવાસ યોજના ખાતે બ્લોક નં.51, ઘર નં.25માં પરિવાર સુતો હતો ત્યારે અચાનક ધડાકાભેર છતના પોપડા પડÎા હતા. આ ઘટનામાં હેમાંશી મહેશભાઈ ખંભાતિયા 25 વર્ષની યુવતીને પગના ભાગે ગંભીર ચીરો પડÎો હતો. તાત્કાલિક સારવાર અર્થે ખસેડતા તેને 3 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આવાસ યોજનામાં આ કોઈ પહેલી ઘટના નથી. અવારનવાર છતના પોપડા પડવાનો સિલસિલો સતત ચાલુ જ રહે છે. ઉલ્લેખનીય છે કે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ આવાસ યોજનાની બિલ્ડિંગોના સમારકામ માટે 7 કરોડ રૂપિયા મંજૂર થયાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં છત પર વોટરપ્રૂફિંગની વાત પણ કરવામાં આવી હતી પરંતુ સવાલ એ છે કે, આવાસના મકાનોની અંદરની છતના પ્લાસ્ટરનું રિપેરિંગ કામ ક્યારે શરૂ થશે ? થશે કે નહીં ? જો છતોનું સમારકામ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં અહીં કઈ રીતે રહેઠાણ સ્થાયી રાખવું ? આવા અનેક પ્રશ્નો હાલ આવાસ યોજનાના રહીશોમાં ઉદ્ભવ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ જર્જરિત છતોના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવે તેવી રહીશોની માગ ઉઠી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક