• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

SBIનાં લાખો ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબમાં ફૂટયો

ગ્રાહકોની અંગત જાણકારીઓ ડાર્ક વેબ ઉપર મૂકાઈ : બેન્કે તપાસ હાથ ધરી

નવી દિલ્હી, તા.21: ભારતની સૌથી મોટી બેન્ક- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)માંથી લાખો લોકોની અંગત જાણકારીઓનો ડેટા લીક થઈ ગયાનાં અહેવાલે ખળભળાટ મચાવ્યો છે. આશંકા છે કે, કોઈ અપરિચિત હેકર જૂથે એસબીઆઈની સિસ્ટમમાં છીંડુ પાડીને તેનાં ગ્રાહકોનાં એક મોટા વર્ગનો ડેટા ડાર્ક વેબ ઉપર ફોડી નાખ્યો હતો.

આ ડેટા લીક પછી એસબીઆઈ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું હતું કે, આ ડેટા લીકની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બેન્કનાં કહેવા અનુસાર તેનાં સર્વિસ પ્રોવાઈડર, સાઈબર એજન્સી અને સર્ટ-ઈન તરફથી તેને આ વિશે જાણકારીઓ મળી છે. અત્યાર સુધીમાં બહાર આવેલી વિગતો અનુસાર જેટલો પણ ડેટા લીક થયો છે તે એસબીઆઈનાં કોર બેન્કિંગ સિસ્ટમમાંથી નહીં બલ્કે મુખ્યત્વે લોન અરજી, કેવાયસી અને અન્ય દસ્તાવેજોમાંથી લીક થયો છે.

શરૂઆતમાં સોશિયલ મીડિયા ઉપર એસબીઆઈનો ડેટા લીક થયો હોવાનો ઘટસ્ફોટ કરતો દાવો વાયરલ બન્યો હતો અને ત્યારબાદ બેન્ક તરફથી આપવામાં આવેલી જાણકારીમાં પણ આની પુષ્ટિ થઈ છે કે બેન્કનાં ગ્રાહકોની જાણકારી ડાર્ક વેબ ઉપર ફૂટી ગઈ છે. જો કે હજી સુધી તેનું પ્રમાણ અને સંવેદનશીલતા વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક