અમેરિકાને
સસ્તું ડીઝલ અને રિલાયન્સ રિફાઇનરી માટે 28.40 લાખ કરોડનાં રોકાણ મુદ્દે ચર્ચા થયાની
વકી
જામનગર,
તા. 21: દુનિયામાં ઉર્જાના સંકટ વચ્ચે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે જામનગરની
મુલાકાત લેતા વિશ્વના કૂટનીતિક અને ઉર્જા બજારના રિલાયન્સ ધ્યાનનું કેન્દ્ર બની ગઇ
હતી. રિલાયન્સની રિફાઇનરી ઉપરાંત વનતારાની આ મુલાકાત દરમિયાન ઉદ્યોગ જગતના પ્રતિનિધિ
મંડળ સાથે પણ પરામર્શ થયો હોવાનું કહેવામાં આવે છે.
જામનગર
એરફોર્સ સ્ટેશન ખાતે સ્થાનિક વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું
સ્વાગત કરવામાં આવ્યું હતું. કોઈ વગદાર અને
મહત્ત્વના દેશના વિદેશ મંત્રીની જામનગર ખાતે આ પ્રથમ મુલાકાત હોવાથી સુરક્ષા
વ્યવસ્થા અત્યંત ચુસ્ત બનાવવામાં આવી હતી. આ મુલાકાતથી વૈશ્વિક સ્તરે જામનગરનું મહત્ત્વ
ફરી
એકવાર સાબિત થયું છે. આ મુલાકાત પાછળનો હેતુ અમેરિકાને સસ્તુ ડીઝલ જોઈએ છે અને રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ અમેરિકામાં 300 (28.40 લાખ કરોડ) અબજ ડોલરના ખર્ચે રિફાઇનરી શરૂ કરવાનું
છે. આ બન્ને મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
એરપોર્ટથી
તેઓ સીધા જ રિલાયન્સ રિફાઇનરી જવા રવાના થયા હતા, જ્યાં રિલાયન્સ પરિવાર દ્વારા તેમનું
સ્વાગત કરાયું હતું. તેમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વની સૌથી મોટી જામનગર સ્થિત
રિલાયન્સ રિફાઇનરીની કાર્યપ્રણાલી નિહાળવાનો છે. આ રિફાઇનરી વિશ્વના કોઈપણ પ્રકારના
ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની ક્ષમતા ધરાવે છે. યુએસમાં ડીઝલની અછત વચ્ચે જામનગર રિફાઇનરીનું
સંચાલન અને આધુનિક ટેકનોલોજી તેમના અભ્યાસનો મુખ્ય વિષય છે.
માર્કો
રૂબિયોની આ મહત્ત્વપૂર્ણ મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા ક્ષેત્રે દ્વિપક્ષીય
સહયોગ વધુ મજબૂત બનવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે, જામનગર સ્થિત ‘વનતારા’ પશુ સંરક્ષણ
કેન્દ્રની મુલાકાત અંગે કોઈ સત્તાવાર પ્રોટોકોલ જાહેર કરાયો ન હતો પરંતુ સમય સાનુકૂળ
રહેશે તો તેઓ વનતારાની ટૂંકી મુલાકાત લઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. આ મુલાકાતથી
બન્ને દેશોના આર્થિક અને ઔદ્યોગિક સંબંધોને નવો વેગ મળશે.
મીડિયા
અહેવાલો અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાના ટેક્સાસમાં એક ઓઇલ રિફાઇનરીમાં મોટું
રોકાણ કરવાની તૈયારીમાં છે, જે 50 વર્ષમાં અમેરિકામાં બનનારી પ્રથમ રિફાઇનરી હશે. આ
જ કારણે આ મુલાકાતને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
--------------------
અમેરિકી
વિદેશમંત્રી રૂબિયોએ
અદાણી
સાથે મુલાકાત કરી
નવી
દિલ્હી, તા. 21 : ભારત
પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશમંત્રી
માર્કો રૂબિયો બુધવારે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળ્યા હતા. રૂબિયોએ ટાટા
સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન સાથે પણ મુલાકાત કરી હતી. આજે સવારે સૌથી પહેલાં અદાણી
જૂથના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી.
બંદરો,
હવાઈમથકો, ઊર્જા સહિત ક્ષેત્રોમાં અદાણી જૂથનો કારોબાર ફેલાયેલો છે. એજ રીતે ટાટા જૂથ
પણ ઓટોમોબાઈલ, સ્ટીલ, આઈટી, જેવાં ક્ષેત્રોમાં ફેલાવો ધરાવે છે, એ જોતાં અમેરિકી નેતાની
બન્ને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત મહત્વપૂર્ણ મનાઈ રહી છે.