• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

જિનાપિંગને જતાં-જતાં ટ્રમ્પની ચેતવણી

-ચીન-અમેરિકા વચ્ચે ત્રણ દિવસમાં કોઈ ડીલ નહીં

વોશિંગ્ટન, તા. 26 ઃ ચીનના પ્રમુખ શી જિનાપિંગની ત્રણ દિવસીય અમેરિકાયાત્રા પૂર્ણ થઈ છે અને તેઓ શુક્રવારે વાશિંગ્ટનથી બાજિંગ જવા રવાના થઈ ગયા છે. આ યાત્રા દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનાપિંગ વચ્ચે વેપાર, ઈરાન, યુક્રેન, તાઇવાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા અત્યંત સંવેદનશીલ વિષયો પર લાંબી ચર્ચા થઈ હતી.

જો કે, આ ભવ્ય બેઠક બાદ કોઈ ઐતિહાસિક નવી ડીલ થઈ જ નથી. જિનાપિંગના રવાના થતાં જ ટ્રમ્પે પોતાના ‘ટ્રુથ સોશિયલ’ એકાઉન્ટ પર બંને નેતાની તસવીર શેર કરીને ‘અળયશિભફ શત બફભસ‘ લખ્યું હતું, પરંતુ બંધ બારણે ટ્રમ્પે ચીનને ઈરાનના મામલે અત્યંત કડક ચેતવણી આપી દીધી હતી.

આ સમગ્ર બેઠકમાં સૌથી ગંભીર મુદ્દો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ અને ઈરાનની ભૂમિકા રહ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનાપિંગને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ચીન દ્વારા ઈરાનને કોઈ પણ પ્રકારની સૈન્ય કે આર્થિક મદદ પૂરી પાડવામાં ન આવે. 

ચીનમાં અમેરિકી રાજદૂત ડેવિડ પરડÎુના જણાવ્યા મુજબ, ટ્રમ્પે સાફ કરી દીધું હતું કે, ઈરાનને પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે સહાય આપવી અમેરિકાને બિલકુલ સ્વીકાર્ય રહેશે નહીં. જવાબમાં ચીને અમેરિકાને ખાતરી આપી હતી કે તે ઈરાનને આવી કોઈ મદદ કરશે નહીં.

 

ઇ-પેપરના નવા શુલ્ક