• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

જેતપુરમાં એસટી બસની અડફેટે બાઇકચાલકનું મૃત્યુ

થાણાગાલોલ ગામ પાસે અકસ્માત, પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડયો

જેતપુર, તા.26: જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામ પાસે આજે સવારે એસટી બસ અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગામના જૂના રસ્તેથી મુખ્ય રોડ પર આવી રહેલા મોટરસાઇકલને જેતપુર-અમરેલી રૂટની એસટી બસે અડફેટે લેતા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકની ઓળખ થાણાગાલોલ ગામના રહેવાસી અને લુહારી કામ કરતા ચેતનભાઈ ગોહેલ તરીકે થઈ છે. તેઓ આજે સવારે મોટરસાયકલ લઈને ગામના જૂના રસ્તેથી મુખ્ય માર્ગ પર આવી રહ્યા હતા. દરમિયાન મુખ્ય રોડ પર પસાર થઈ રહેલી એસટી બસ સાથે અકસ્માત સર્જાતા ચેતનભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાતા ટ્રાફિક ક્લિયરન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક