• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

સુરેન્દ્રનગરમાં ત્રણ ચોરાઉ વાહન સાથે બે ઝડપાયા

ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો, રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે 

સુરેન્દ્રનગર, તા.26: સુરેન્દ્રનગર એલસીબીની ટીમે ચોરીના ગુનાઓ સામે કાર્યવાહી કરી વઢવાણથી નકટીવાવ તરફ મેલડી માતા મંદિર જતા માર્ગ પરથી બે શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી બે સ્પ્લેન્ડર મોટરસાયકલ અને એક સીએનજી રિક્ષા સહિત કુલ રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આ વાહનો ચોરીના હોવાનું સામે આવ્યું હતું. પોલીસે શાપર-વેરાવળ અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો હોવાનું જણાવ્યું છે.

ઝડપાયેલા શખ્સોમાં સમુંદર ઉર્ફે સમંદર રાજુભાઈ ચૌહાણ અને મહેશભાઈ વિઠ્ઠલભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ મુજબ બન્ને સામે અગાઉના ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. એલ.સી.બી પી.આઈ બી.એચ. શીંગરખિયા, પી.એસ.આઈ આર.જે. ગોહિલ સહિતની ટીમે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક