• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

અહીં સારી સુવિધાઓ છે... વિનોદ કાંબલીએ વૃદ્ધાશ્રમમાં પનાહ લીધી

નવી દિલ્હી, તા.26 : એક સમયે ક્રિકેટનાં મેદાન પર પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી હાલ પોતાનાં જીવનના અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર કાંબલીનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે થાણે સ્થિત વૃદ્ધાશ્રમ ‘િનદાન સેન્ટર ફોર એલ્ડરલી કેર’ માં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં 54 વર્ષીય વિનોદ કાંબલી ત્યાંની વ્યવસ્થા અંગે હકારાત્મક પ્રતિભાવ આપતા જોવા મળે છે. કાંબલીએ વીડિયોમાં કહ્યું છે કે, અહીં ખૂબ જ સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. મને લોકો તરફથી અઢળક પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. અહીં રહીને મને એવું જરા પણ મહેસૂસ નથી થતું કે હું મારાં ઘરથી દૂર છું.

નોંધનીય છે કે, વિનોદ કાંબલી છેલ્લા ઘણા લાંબા સમયથી ગંભીર બીમારીઓ, આર્થિક સંકડામણ અને અંગત જીવનની કટોકટીને કારણે સતત સમાચારોમાં રહ્યા છે. અગાઉ પણ સોશિયલ મીડિયા પર તેમના કેટલાક એવા હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યા હતા, જેમાં તેઓ શારીરિક રીતે એટલા નબળા દેખાતા હતા કે કોઈના સહારા વિના ચાલી પણ શકતા ન હતા. કાંબલીની માનસિક સ્થિતિ પણ નાજુક છે અને તેમની સ્મરણશક્તિ કથળી ગઈ છે. તેઓ વારંવાર ભૂલી જાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક