• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

વન નેશન, વન ટાઇમ

દેશભરમાં લાગુ થશે એક સમાન ભારતીય માનક સમય

180 દિવસમાં તમામ વિભાગો અને સંસ્થાઓ પોતાની સિસ્ટમમાં કરશે સુધારા જાહેરનામું જારી

નવીદિલ્હી, તા.30 ભૌગોલિક અંતર અનુસાર દુનિયાના વિભિન્ન દેશો વચ્ચે સમય પણ અલગ-અલગ હોય છે. ભારતમાં પણ વિશાળ ક્ષેત્રનાં કારણે સમયમાં થોડો ફર્ક પડે છે. જો કે હવે સમગ્ર દેશમાં એક માનક સમય રહેશે. એક દેશ, એક સમય!

દેશભરમાં એક અધિકૃત ભારતીય માનક સમય (આઇએસટી) બનાવવા માટે નિયમોનું જાહેરનામું કેન્દ્ર સરકાર દ્વારા જારી કરી દેવામાં આવ્યું છે. જે મુજબ કાનૂની, પ્રશાસનિક, વ્યવસાયિક અને અન્ય અધિકૃત કામો માટે આખા દેશમાં એક સમયનાં સંદર્ભને ઉપયોગમાં લેવાનું અનિવાર્ય બને છે.

ગ્રાહકોની બાબતોનાં મંત્રાલયે 27 ઓગસ્ટ, 2026ના રોજ લીગલ મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમ-2026નું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. જો કે નિયમો તત્કાળ લાગુ નહીં થાય. તેને લાગુ કરવા માટે 180 દિવસનો સમય આપવામાં આવ્યો છે. દરમિયાન સરકારી વિભાગો, કંપનીઓ અને અન્ય સંસ્થાઓએ પોતાની સિસ્ટમમાં આવશ્યક સુધારા અને બદલાવ કરવાનાં રહેશે. સરકારના કહેવા અનુસાર આજે બેન્કિંગ, ડિજીટલ પેમેન્ટ, ટેલીકોમ, રેલવે, વીજળી અને કોમ્પ્યુટર નેટવર્ક જેવી મહત્ત્વપૂર્ણ સેવાઓ સટીક સમય ઉપર નિર્ભર છે. સ્થિતિમાં અલગ પ્રણાલીમાં સમયનાં ભિન્ન સ્રોતોનો ઉપયોગ કરવામાં આવે તો ટાઈમ સ્ટેમ્પમાં અંતર પેદા થાય છે. તેનાં હિસાબે આદાન-પ્રદાન, રેકોર્ડ જાળવણી અને અલગ-અલગ સેવાઓ વચ્ચે તાલમેલમાં પરેશાની પેદા થઈ શકે છે. એકસમાન સમય લાગુ થતાં તમામ સેવાઓમાં સમયની ગણના અને રેકોર્ડિંગ વધુ સચોટ અને એકરૂપ બનશે.

નવા નિયમોમાં વિશેષ ભાર વિદેશી સેટેલાઈટ આધારિત સમયનાં સ્રોત ઉપર નિર્ભરતા ઘટાડવા ઉપર મૂકવામાં આવ્યો છે. સરકારનાં કહેવા અનુસાર અનેક મહત્ત્વપૂર્ણ સિસ્ટમ હાલ વિદેશી સ્રોતનો ઉપયોગ કરે છે. સરકાર હવે દેશભરમાં સચોટ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ ઉપલબ્ધ કરાવવા માટે બુનિયાદી માળખું તૈયાર કરી રહી છે. સાથે ભારતના સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ અને સરકાર દ્વારા મંજૂર અન્ય ટાઇમિંગ સોર્સનો પણ ઉપયોગ થઈ શકશે.

સરકાર આને વન નેશન, વન ટાઇમ પહેલ હેઠળ આગળ વધારી રહી છે.

સરકારે નિયમો લાગુ કરવા માટે 180 દિવસનો સંક્રાંતિ કાળ રાખ્યો છે. દરમિયાન વિભિન્ન વિભાગો અને સંસ્થાઓ પોતાની વર્તમાન સિસ્ટમની સમીક્ષા કરશે. તેમને જરૂર લાગશે ત્યાં ટેકનિકલ સુધારા કરશે, સોફ્ટવેર અપગ્રેડ કરશે. જેથી નિયમો લાગુ થયા બાદ તમામ સંબંધિત સિસ્ટમ એક સમય અનુસાર કામ કરી શકે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક