મોરબીમાં ભાજપના યુવા નેતાએ વ્યાજખોરોના ત્રાસથી કર્યો હતો આપઘાત
વ્યાજે
લીધેલા નાણાં અને કાર પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરનાર બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ
મોરબી,તા.30:
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ભાજપના જિલ્લા યુવા મોરચાના મીડિયા સેલના
સહ-ઇન્ચાર્જ એવા યુવાને રક્ષાબંધનના દિવસે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી
લીધું હતું. આ બનાવ પાછળ વ્યાજખોરોનો ત્રાસ જવાબદાર હોવાનું સામે આવ્યું છે; મૃતકે
ભાગીદારીમાં શરૂ કરેલો ધંધો ન ચાલતા વ્યાજે નાણાં લીધા હતા અને સમયસર વ્યાજ ચૂકવતા
હોવા છતાં આરોપીઓએ તેમની કાર બળજબરીથી પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપ્યો
હતો, જેને લઈને પોલીસે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.
આ મામલે
મૃતક અમૃતાસિંહ ઉર્ફે ઓમદેવાસિંહ દાનુભા જાડેજાના પત્ની ઇલાબા અમૃતાસિંહ જાડેજા દ્વારા
પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં
આવી
છે.
પોલીસે
તપાસ હાથ ધરીને બે મુખ્ય આરોપીઓ મહેશ ઉર્ફે મયુરાસિંહ દિલીપભાઈ ચૌહાણ (રહે. ચરાડવા)
અને લાલો ઉર્ફે યુવરાજ ગોપાલ ખવાસ (રહે. કોંઢ, તા. ધ્રાંગધ્રા)ની ધરપકડ કરી છે અને
તેમની પાસેથી બલેનો કાર, બે મોબાઈલ ફોન તથા મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ જપ્ત
કરી આગળની તપાસ શરૂ કરી છે.