તળાજા, તા.30 : તળાજાનાં બોરડા ગામ નજીક નેશનલ હાઇ વે પર મુંબઈથી વેરાવળ તરફ મચ્છી ભરીને પૂરપાટ વેગે જઈ રહેલા ટોરેસ્ટ ટ્રકના ચાલકે કોઈપણ કારણોસર સ્ટિયારિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પુલની મજબૂત દીવાલ સાથે ધડાકાભેર અથડાઈને પલટી મારી ગયો હતો, જેમાં અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના આગળના બન્ને ટાયર સાથેનો આખેઆખો ભાગ અંદાજે 200 ફૂટ દૂર જઈને પડયો હતો અને ડીઝલ ટાંકી તૂટી જવાથી ઇંધણ વહેવા લાગવાની સાથે માછલીઓ રોડ પર ઢોળાઈ ગઈ હતી.
સદ્નસીબે
ટ્રકની આગળ-પાછળથી અન્ય કોઈ વાહન પસાર થતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી અને સમયસૂચકતા
વાપરીને ટ્રક ચાલક તથા ક્લીનરે ઠેકડો મારીને પોતાનો જીવ બચાવી લીધો હતો, જ્યારે મુંબઈથી
વેરાવળ માલ પહોંચાડવા જઈ રહેલા ચાલક દ્વારા જણાવ્યા મુજબ બનેલી આ ઘટનાની જાણ થતાં દાઠા
પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હાઇ વે પર ટ્રાફિક નિયમન જાળવી બંદોબસ્ત
ગોઠવી દીધો હતો અને આ અકસ્માત ચાલકની બેદરકારીના લીધે સર્જાયો હતો કે ટ્રકની યોગ્ય
મરામતનો અભાવ હતો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.