• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

યુક્રેન પર રૂસી હુમલામાં 37 મૃત્યુ

હથિયાર ડેપો પર નિશાન ધડાકાથી 130 ઘર તબાહ, લોકોમાં ભય

કીવ, તા. 30 રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પાસે એક હથિયાર ડેપો પર હુમલો કર્યો હતો, જેમાં કમસેકમ 37 લોકોનાં મોત થઈ ગયાં હતાં, તો 130 ઘરોને નુકસાન થયું હતું.

રૂસી હુમલા બાદ ઘરોની વચ્ચે છુપાઈને ઊભા કરાયેલા હથિયાર ડેપોમાં રાખેલા વિસ્ફોટકો, સુરંગો અને ડ્રોન ફાટવા લાગ્યા હતા.

ધડાકા એટલા શક્તિશાળી હતા કે આસપાસનાં ઘરો અને ઈમારતોને મોટું નુકસાન થયું હતું. લોકોમાં ભારે ભય સાથે ભાગદોડ મચી હતી. લોહિયાળ હુમલામાં ચાર બાળક સહિત 42 લોકો ઘાયલ થયા હતા. બચાવ રાહત અભિયાન છેડાયું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, હથિયારોના ભંડાર રહેણાક વિસ્તારોની આટલી નજીક રાખવો યોગ્ય હતો. રૂસી સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, રૂસી સેનાએ કીવની પશ્ચિમે સ્થિત મિલા ગામના એક હથિયાર ડેપોને નિશાન બનાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક