• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

સુરતમાં 1.28 કરોડના એમ્બ્રોઈડરી જોબ વર્ક કૌભાંડમાં ગારિયાધારના બે શખસ ઝડપાયા

સરથાણા ખાતે ટેક્સટાઇલની ઓફિસ ધરાવતી ત્રિપુટીએ

10 કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કરી લાખોનું ફુલેકુ ફેરવ્યું

ગારિયાધાર, તા.30 : સુરતના સરથાણા વિસ્તારમાં શિવ કેમ્પસમાં ઓફિસ રાખી ટેક્સટાઇલનો વેપાર કરતી ત્રિપુટીએ 10 એમ્બ્રોડરી કારખાનેદારો પાસેથી રૂપિયા 1.28 કરોડનું જોબ વર્ક કરાવી નાણાં ન ચૂકવી ઉઠમણું કરી ચીટિંગ આચર્યું હતું. આ મામલે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે ગારિયાધારના મૂળ વતની એવા નયન અશોક નારોલા અને યુગ તુષાર ભૂત નામના બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર લસકાણામાં હેલી ફેશન નામનું કારખાનું ધરાવતા કારખાનેદાર પ્રકાશભાઈ ગોયાણીની ગત ફેબ્રુઆરી મહિનામાં ગૌતમ જગદીશ ડોબરિયા સાથે મુલાકાત થઈ હતી, જેણે યુગભૂત અને નયન સાથે મળી સિલ્વર ચોક પાસે પેઢી ચલાવતો હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં આરોપીઓએ સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ પ્રકાશભાઈના 18.11 લાખ તેમજ અન્ય નવ કારખાનેદારોના 1.10 કરોડ સહિત કુલ 1.28 કરોડનું જોબ વર્ક કરાવી ગોડાઉનને તાળા મારીને ફોન બંધ કરી દીધા હતા, જેથી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક