પરીક્ષાઓમાં ગરબડો વિરોધી છાત્ર આંદોલનની આગ બેકાબૂ ઃ મહતોની તબિયત બગડી ઃ ઉંઙજઈ પૂર્વ અધ્યક્ષની ધરપકડઃ આજે ઝારખંડ બંધનું ભાજપનું એલાન
રાંચી, તા. 10 ઃ પરીક્ષા લેનાર સરકારની પરીક્ષા લઇ નાખતાં સોમવારે હજારોની સંખ્યામાં પ્રદર્શનકારી છાત્રો પોલીસે ગોઠવેલી બેરિકેડની આડસોને તોડીને ઝારખંડ વિધાનસભાના દ્વાર પાસે પહોંચી ગયા હતા. દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના છાત્ર આંદોલન કરતાં પણ રાંચીમાં પરીક્ષાલક્ષી કૌભાંડ સામે મેદાને પડેલા છાત્રોનું આંદોલન આજે વધુ ઉગ્ર બન્યું હતું. છાત્રો ઉપર લાઠીચાર્જના વિરોધમાં ભાજપે આવતીકાલે ઝારખંડ બંધનું એલાન આપ્યું છે.
સોરેન સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાનો મિજાજ બતાવતાં નારેબાજી કરી રહેલા દેખાવકાર છાત્રોને વિધાનસભા ગેટ પરથી હટાવવાની કોશિશ પોલીસે કરી હતી, પરંતુ મચક પણ નહીં આપતાં લાઠીચાર્જ અને પાણીનો મારો ચલાવાયો હતો.
પોલીસે આજે બે-ત્રણવાર લાઠીચાર્જ કર્યો હતો. કેટલાક છાત્રોના માથામાં ઇજાઓ પણ થઇ હતી. પોલીસ અને છાત્રો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું.
પ્રદર્શનકારીઓએ પોલીસ પર પાણીની બોટલો અને ચપ્પલો ફેંકી હતી. છાત્રોની વિધાનસભા ભણી કૂચમાં સામેલ થવા એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચરમાં લવાયેલા છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહતોની તબિયત બગડતાં પોલીસ, પ્રશાસને તરત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
દરમ્યાન, સીઆઈડી દ્વારા ઝારખંડ જાહેર સેવા આયોગ (જેપીએસસી)ના પૂર્વ અધ્યક્ષ એલ. ખ્યાંગતેની ધરપકડ કરાઈ હતી. જેપીએસસી કચેરી પર દરોડા બાદ 21મી જુલાઈના જ તેમણે રાજીનામું આપી દીધું હતું.
છેલ્લા 17 દિવસથી
આંદોલન કરી રહેલા છાત્રો પર પોલિસે પાણીનો મારી કર્યો ત્યારે પ્રદર્શનકારી છાત્રો બેરેકેડિંગ પર ચડીને ડાન્સ કરવા લાગ્યા હતા. કેટલાક છાત્રોએ રાષ્ટ્રગાન ગાયું હતું.
પ્રદર્શનકારી છાત્રો પાણીનો મારી, લાડીચાર્જ સીહત પોલિસ પગલાંઓ સામે પણ સામા તરતા હોય તેમ મક્કમ રીતે હજારોની સંખ્યામાં વિધાનસભા તરફ આગળ વધ્યા હતા અને જ્યાંથી મુખ્યમંત્રીની આવ-જા થાય છે તે વિધાનસભાના ગેટ સુધી પહોંચી ગયા હતા.
ઝારખંડમાં ગરબડનો આરોપી મુકી પરીક્ષાઓ રદ કરવાની માંગ સાથે છેલ્લા 17 દિવસથી
છાત્રો દ્વારા જારી આંદોલન આજે પરાકાષ્ઠા પર પહોંચ્યું હતું.
વિધાનસભાને ઘેરાવમાં સામેલ થયેલા છાત્ર નેતા ઈવેન્દ્રનાથ ભુખ હડતાળ પર છે.
પ્રદર્શનમાં સામેલ કેટલીક છાત્રાઓમાંથી એક છાત્રાએ આરોપ મુકયો હતો કે પોલિસ પગલાંથી ભાગદોડ મચી ત્યારે પોલિસે મને એટલો જોરથી ધક્કો આપ્યો કે, મારા પગમાં ઈજા આવી હતી.
----------------
હવે મિઝોરમમાં છાત્રોનું વિરોધ પ્રદર્શન
આઈઝોલમાં વિદ્યાર્થી સંસ્થા ‘િમઝો ઝિરલાઈ પૌલ’ના સેંકડો સભ્યોએ ખઙજઈની કચેરીનો ઘેરાવ કર્યો
આઈઝોલ, તા. 10 ઃ ઝારખંડમાં પરીક્ષામાં ગેરરીતિ મામલે છાત્રોના વિરોધ પ્રદર્શન બાદ હવે મિઝોરમની વિદ્યાર્થી સંસ્થા ‘િમઝો ઝિરલાઈ પૌલ’ના સેંકડો સભ્યોએ વહીવટી અને ભરતી પ્રક્રિયામાં સુધારાની માંગ સાથે સોમવારે આઈઝોલમાં મિઝોરમ પબ્લિક સર્વિસ કમિશનની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એક મીડિયા હેવાલ મુજબ, આંદોલનકારીઓએ એમપીએસસીની કચેરીનો ઘેરાવ કર્યો અને અધિકારીઓ તથા કર્મચારીઓને પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા હતા, જ્યારે અધિકારીઓએ કચેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે સામાન્ય ઝપાઝપી થઈ હતી. જો કે, પરિસ્થિતિને ટૂંક સમયમાં કાબૂમાં લાવી દેવાઈ હતી. એમઝેડપીના પ્રમુખ ડો. સી. લાલરેમરુઆતાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કમિશન તેમની માગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી આંદોલન વધુ તીવ્ર બનાવાશે. વિદ્યાર્થી સંગઠનની મુખ્ય માગણીઓમાં વન-ટાઇમ રજિસ્ટ્રેશન પ્રણાલી રદ કરવી, એમઝેડપીનો આરોપ છે કે, વર્તમાન ઓટીઆર પોર્ટલ વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ નથી અને સ્પષ્ટ માર્ગદર્શિકાના અભાવે ઉમેદવારોમાં વ્યાપક મૂંઝવણ ઊભી થઈ છે. સંસ્થાની માંગ છે કે, આ પ્રણાલી રદ કરાય અને તેના સ્થાને ચોક્કસ પદ માટેની અરજી પ્રક્રિયા દાખલ કરાય.
દસ્તાવેજો ઓફલાઇન જમા કરાવવાની તક મળવી જોઈએ તેવી પણ માંગ કરાઈ છે. ઓટીઆર સિસ્ટમમાં દસ્તાવેજો અધૂરા અપલોડ થવાને કારણે જેમની અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી, તેવા ઉમેદવારોને તેમના દસ્તાવેજો ઓફલાઇન જમા કરાવવાની એક વખતની તક આપવામાં આવે.
તો એઝેડપીએ આક્ષેપ કર્યો હતો કે, અનેક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશપત્રો મળ્યા, તેમણે લેખિત પરીક્ષા આપી અને તેમને ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવાયા, પરંતુ ત્યારબાદ અધૂરા ઓટીઆર દસ્તાવેજોના કારણસર તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
આયોગની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા વધારવા માટે વહીવટી સુધારાઓ અને વધારાના સ્ટાફની ભરતી કરવાની માગણીઓ પણ કરવામાં આવી હતી.