• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

સંસદમાં અનોખા ચશ્મા પહેરી પહોંચ્યા રેણુકા ચૌધરી

નવી દિલ્હી, તા. 10 કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી સંસદમાં એક અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. રેણુકા ચૌધરીએ એક ચશ્મા પહેરેલા હતા પણ લોકોની નજર ચશ્મા ઉપર નહીં તેમાં લખેલા શબ્દો ઉપર પડી હતી. હકીકતમાં ચશ્મા ઉપર કાગળ ચોંટાડીને તેમાંમોદિયા બિંદ લખેલું હતું. રેણુકા ચૌધરીએ ચશ્મા મારફતે મોદી સરકાર ઉપર નિશાન સાધવાની કોશિશ કરી હતી.

સંસદમાં વર્તમાન સમયે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને અલગ અલગ અંદાજમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના અંતર્ગત સોમવારે રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરી મોદિયા બિંદ લખેલા ચશ્મા પહેરીને સંસદમાં પહોંચ્યા હતા. તેમણે ચશ્માથી કટાક્ષ કરવાની કોશિશ કરી હતી કે સરકારને કંઈ દેખાતું નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક