• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

11 વર્ષીય ભારતીય મૂળની બોધના બ્રિટિશ ચેસ ચેમ્પિયન

પુરુષ વિભાગનો ખિતાબ પણ ભારતીય મૂળના શ્રેયસે જીત્યો

લંડન, તા.10: ભારતીય મૂળની 11 વર્ષીય શતરંજ ખેલાડી બોધના શિવાનંદે બ્રિટિશ ચેસ ફિલ્ડમાં ઈતિહાસ રચ્યો છે. તે બ્રિટીશ ચેસ ચેમ્પિયનશીપ-2026ના મહિલા વર્ગમાં ખિતાબ જીતીને બ્રિટનની સૌથી નાની ઉંમરે ચેસ ચેમ્પિયન બનનાર ખેલાડી બની છે. બોધનાએ આયરલેન્ડની ટ્રિશા કન્યામરાલાને રોમાંચક રેપિડ ચેસ પ્લેઓફમાં હાર આપીને ખિતાબ પોતાનાં નામે કર્યો હતો. આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા ઇંગ્લેન્ડના ગ્રાંડ માસ્ટર ડેની ગોરમલીએ બોધનાની જીત વિશે કહ્યું કે, અવિશ્વસનીય, બોધના જીતી ગઈ તે અદ્ભુત છે. એક પેઢીમાં આવી પ્રતિભા એકવાર મળે છે. બોધનાએ કોવિડ-19 ની મહામારી દરમિયાન ચેસ રમવાનું શરૂ કર્યું હતું. પુરુષ વિભાગમાં પણ ભારતીય મૂળનો ખેલાડી 17 વર્ષીય શ્રેયસ રોયલ ચેમ્પિયન બન્યો હતો. તેનો આ પહેલો બ્રિટિશ શતરંજ ખિતાબ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક