• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

વેસ્ટ ઇન્ડિઝને સતત ત્રીજીવાર વન ડે વિશ્વ કપમાં સીધો પ્રવેશ નહીં

ક્વોલીફાય રાઉન્ડમાંથી પસાર થવું પડશે

નવી દિલ્હી, તા.10: આયરલેન્ડ વિરુદ્ધના બીજા વન ડે મેચમાં અફઘાનિસ્તાનનો 92 રને વિજય થયો હતો. આ જીત સાથે જ અફઘાનિસ્તાન ટીમે 2027ના વન ડે વર્લ્ડ કપની ટિકિટ બૂક કરાવી લીધી છે. અફઘાન ટીમ ક્વોલીફાય થઈ છે. આથી એ સ્પસ્ટ થયું છે કે, બે વખતની પૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ ટીમે વન ડે વિશ્વ કપ પ્રવેશ માટે ફરી એક વાર ક્વોલીફાય રાઉન્ડમાંથી પસાર થવું પડશે. 1975 અને 1979ની વિશ્વ વિજેતા વિન્ડીઝ ટીમ સતત ત્રીજવાર વન ડે વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મેળવવામાં નિષ્ફળ રહી છે. છેલ્લે ભારતમાં રમાયેલ વન ડે વર્લ્ડ કપમાં તો વિન્ડીઝ ટીમ ક્વોલીફાય રાઉન્ડની પણ બાધા પાર કરી શકી ન હતી. આથી વિશ્વ કપ રમવાનો મોકો ગુમાવ્યો હતો. હવે 2027 વન ડે વર્લ્ડ કપમાં એન્ટ્રી માટે ક્વોલીફાય ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડિઝે ફાઇનલમાં પ્રવેશ મેળવવો પડશે. વિન્ડીઝ ટીમ હાલ વનડે ક્રમાંકમાં 10મા સ્થાને છે. ટોચની 8 ટીમને સીધો પ્રવેશ મળે છે. ઝિમ્બાબ્વે 11મા ક્રમાંકે છે પરંતુ તે વિશ્વ કપની સહયજમાન ટીમ હોવાથી તેને સીધો પ્રવેશ મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક