• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

ઞઙઈંનો જુલાઇમાં નવો વિક્રમ

કુલ 2366 કરોડ વ્યવહાર; 29.9 લાખ કરોડની લેવડદેવડ સાથે ચલણ વધ્યું

નવી દિલ્હી, તા. 2 યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) જુલાઇમાં 2366 કરોડ વ્યવહાર સાથે માસિક ધોરણે નવો વિક્રમ સર્જ્યો છે. વ્યવહારોથી કુલ 29.9 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થઇ હતી.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઇ) આપેલી માહિતી મુજબ, જૂનની તુલનાએ જુલાઇમાં થયેલી લેવડદેવડની રકમમાં 3.3 ટકાનો વધારો થયો હતો.

વીતેલાં વર્ષના સમાન સમયગાળા એટલે કે, જુલાઇ-2025ની તુલનાએ યુપીઆઇ વ્યવહારોનાં પ્રમાણમાં 22 ટકાનો મોટો વધારો આવ્યો છે. રીતે લેવડદેવડ થઇ તે રકમમાં વીતેલાં વર્ષની તુલનાએ 19 ટકા જેટલો વધારો આવ્યો હતો. ખાસ કરીને નાનાં શહેરો અને દેશનાં ગામડાંઓમાં યુપીઆઇથી વ્યવહાર કરવા રોજિંદા જીવનનો ભાગ બની ગયા છે. સ્થાનિક ખરીદી, મોબાઇલ રિચાર્જ, બિલ પેમેન્ટ, મની ટ્રાન્સફર જેવાં કામો માટે યુપીઆઇનો ઉપયોગ વધ્યો છે.

આમ, શહેરોની સાથોસાથ ગામડામાં પણ વધી રહેલાં ચલણ પરથી યુપીઆઇ પર લોકોનો વિશ્વાસ વધ્યો હોવાનું દેખાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક