• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

ઈ20ના વિરોધમાં કેજરીવાલ પીએમ આવાસે કરશે કૂચ

100 લોકો સાથે રેલી કરવાનું એલાન ત્રણ માગ રજૂ કરી

નવી દિલ્હી, તા. 1 આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે 20ના વિરોધમાં આયોજીત કાર્યક્રમમાં પીએમ આવાસ તરફ રેલીનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આવતા મંગળવારે 100 લોકો સાથે પીએમ મોદીના આવાસ તરફ જશે. માત્ર 100 એવા લોકો સાથે રાખવામાં આવશે જેઓ લાઠીચાર્જ કે જેલ જવાથી ડરતા હોય. સાથે કેજરીવાલે ત્રણ માગ પણ કરી હતી.

કોન્સ્ટિટÎુશન ક્લબ ઓફ ઈન્ડિયામાં 20 ઈંધણ ઉપર આયોજીત એક બેઠકને સંબોધિત કરતા કેજરીવાલે કહ્યું હતું કે, મંગળવારે બપોરે હસ્તાક્ષર અભિયાન હેઠળ આવેદન એકત્રિત કરવામાં આવશે અને લગભગ 100 લોકો સથે લોક કલ્યાણ માર્ગે સ્થિત પીએમ આવાસ તરફ કૂચ કરશે. કેજરીવાલે સાથે માગ કરી હતી કે પેટ્રોલ પંપ ઉપર લોકોને 20 અને શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ અપાવો જોઈએ. ઉપરાંત ઈટી પેટ્રોલની કિંમત ઓછી રાખવા અને પેટ્રોલની કિંમતમાં કાપ મુકવાની માગણી કરી હતી. કેજરીવાલે કહ્યું હતું કે 20 ગાડીઓને નુકસાન નથી પહોંચાડતું તેનો રિપોર્ટ સરકાર દ્વારા સાર્વજનિક કરવામાં આવે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક