• ગુરુવાર, 30 જુલાઈ, 2026

પોરબંદરમાં ચોરીનો આરોપી રૂ.2.54 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

પોરબંદર,તા.29: પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીમાં સી.સી.ટી.વી. ફૂટેજ અને ટેક્નિકલ તપાસના આધારે આરોપીને ઝડપી તેની પાસેથી ચોરાયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.ર.54 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે.

પોરબંદરમાં ફરીયાદી મધુબેન પ્રકાશભાઇ ગોસીયાના મકાનના દરવાજાના તાળા તોડી તસ્કરોએ મકાનમાં મંદીરમાં એક બોકસમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તેમજ પર્સ અને કબાટમાં રાખેલા રોકડ રૂ.25,000 મળી કુલ રૂ.2,62,500ના મુદ્દામાલની ચોરી થઇ હોવાની કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં કીર્તિમંદીર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પી.એસ.આઈ. એમ.પી.મોરી તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સી.સી.ટી.વી. કેમેરા દ્વારા તથા ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતા ત્રણ અજાણ્યા શખસે ચોરી કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે ફુટેઝના આધારે આ શખસો પોરબંદર ચોપાટી ખાતે રહેતા હોવાની માહિતી મળતા પોલીસે ક્રીષ્ના રાજેશભાઇ ડાભીને ઝડપી લીધો હતો. તેમજ તેની પાસેથી રોકડ રૂ.17,300 તથા સોનાના દાગીના મળી કુલ રૂ.2,54,800નો મુદ્દામાલ રીકવર કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક