• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ઓમાનના દરિયામાં સલાયાનું માલવાહક જહાજ ડૂબ્યું ઃ બેના મૃત્યુ

- દુબઈથી જીબુટી જઈ રહેલામહેબૂબ બુખારી જહાજના બન્ને એન્જિન ફેઈલ થતાં અકસ્માત; ઓમાન નેવી અને ભારતીય જહાજોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 12 ખલાસીનો જીવ બચાવ્યો

 

સલાયા, તા.9 ઓમાનના દરિયામાં સલાયાનુંમહેબૂબ બુખારી નામનું એક માલવાહક જહાજ દરિયામાં ડૂબી ગયું છે. ભયાનક દુર્ઘટનામાં જહાજ પર સવાર કુલ 14 ખલાસીઓમાંથી સલાયાના બે આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 12 ખલાસીને દરિયામાંથી હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સલાયાનું મહેબૂબ બુખારી (રજીસ્ટ્રેશન નંબર બીડીઆઇ 1415) નામનું જહાજ ગત 3 જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો (સામાન) ભરીને જીબુટી જવા માટે રવાના થયું હતું. ઓમાનના દરિયામાં પહોંચતા અચાનક હવામાન અતિશય ખરાબ થઈ ગયું હતું અને તે દરમિયાન જહાજના બન્ને મુખ્ય એન્જિન એકાએક ફેઈલ થઈ ગયા હતા. એન્જિન બંધ પડતાં જહાજ દરિયાના મોજાં વચ્ચે ફસાઈ ગયું હતું અને ધીમે-ધીમે          (જુઓ પાનું 8)

ડૂબવા લાગ્યું હતું. જહાજને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં, અંતે ટંડેલે સમયસૂચકતા વાપરીને ક્રૂ મેમ્બરોનો જીવ બચાવવા માટે તમામ 14 ખલાસીઓને દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો હતો. દરિયામાં કરંટ અને અતિશય ખરાબ હવામાન હોવાને કારણે સલાયાના બે યુવાન ગંઢાર યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયા પાણીમાં ડૂબી જતાં મૃત્યુને ભેટÎ હતા જ્યારે બાકીના 12 ખલાસીઓ માટે ઓમાન નેવી તેમજ તે દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહેલા ભારતીય જહાજોઅલ હાજી હસન અનેસફિના અલ નૂરે ઇલાહી દેવદૂત બનીને આવ્યા હતા. તમામ દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને 12 ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મૃતક ખલાસીઓના પાર્થિવ દેહ અને બચાવી લેવાયેલા અન્ય 12 ખલાસીઓને હાલ ઓમાનના દુકમ નજીક આવેલી ફાશિંગ જેટી પર લાવવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયા તુરંત હરકતમાં આવ્યા છે. તેમણે ભારત સરકારના સંબંધિત તંત્ર અને વિદેશ મંત્રાલયને તાત્કાલિક ઈમેલ કરીને અંગે સત્તાવાર જાણ કરી છે. તેમણે ઓમાનમાં જરૂરી કાગળોની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા, તમામ ખલાસીઓને જરૂરી સહાય પૂરી પાડવા અને મૃતદેહો સહિત તમામ જીવિત ખલાસીઓને વહેલી તકે સલાયા પરત લાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક