• શુક્રવાર, 10 જુલાઈ, 2026

2027માં છ દિવસ ચાલશે નીટ

દેશભરમાં એક હજારથી વધુ પરીક્ષા કેન્દ્ર હશે કોમ્પ્યુટર આધારિત રહેશે પરીક્ષા

નવી દિલ્હી, તા. 9 દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા નીટ-યુજી 2027માં કમસે કમ દિવસ સુધી ચાલશે; જે પૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે. દેશભરમાં એક હજારથી વધુ પરીક્ષા કેન્દ્રો બનાવાશે. નીટ પેપર લીક વિવાદથી દેશભરમાં રોષ વચ્ચે નિયમોમાં બદલાવ કરાયા છે. એન્જિનીયરિંગની પ્રવેશ પરીક્ષા જેઈઈની જેમ નીટની પરીક્ષા પણ અલગ-અલગ દિવસે યોજાશે તેવું જાણવા મળે છે.

આવતા વર્ષે યોજાનારી નીટ-યુજીની પરીક્ષામાં પેપરલીક જેવી કોઈપણ ઘટના બને તેની તકેદારી રખાશે.

વખતે પેનથી પેપર લખવાની પદ્ધતિનું સ્થાન કોમ્પ્યુટર પરીક્ષા પદ્ધતિ લેશે. વર્ષોથી બદલાવની ચર્ચા સરકારમાં ચાલી રહી હતી.

પેપર લીક વિવાદથી દેશભરના વિદ્યાર્થી, વાલી સમુદાયમાં નારાજગી ફેલાયા બાદ પરીક્ષા પ્રક્રિયામાં સુધારા કરાયા છેનીટ-યુજીની પરીક્ષાના પરિણામના આધારે ડેન્ટલ, આયુર્વેદ, યુનાની અને સિદ્ધ ચિકિત્સા જેવા સ્નાતક અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ અપાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક