• શુક્રવાર, 10 જુલાઈ, 2026

વીરપુર ઃ હાઈવે પરથી 18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર ઝડપાઈ

વીરપુર,તા.9 વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર આવેલી એક હોટલ નજીક પોલીસે વોચ ગોઠવીને વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. ગોંડલથી જેતપુર તરફ જઈ રહેલી એક ઇનોવા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે તેની આગળ એક ક્રેટા કાર દારૂ ભરેલા વાહનનું પાયલાટિંગ કરી રહી હતી. પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી 1,309 બોટલ વિદેશી દારૂ, રોકડ, ત્રણ મોબાઈલ ફોન અને બે લક્ઝરી કાર સહિત કુલ 18,60,898નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મામલે વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે બંને વાહનોને રોકવાનો પ્રયાસ કરતાં કારમાંથી આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી, જેમાં ગોંડલના પ્રમુખનગરમાં રહેતા પ્રિન્સ કુરજીભાઈ પરમાર નામના એક આરોપીને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ, ગોંડલના બિલિયાળાના વિશાલ ઉર્ફે નાનુ રમેશભાઈ સાકરીયા તથા સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નોલી ગામના જોરૂભાઈ મનુભાઈ પટગીર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હોવાથી તેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. સમગ્ર સફળ કામગીરી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.આઈ. જે.પી. રાવ, પી..એસ.આઈ.એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, .એસ.આઈ બાલકૃષ્ણ ત્રિવેદી અને સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક