• શુક્રવાર, 10 જુલાઈ, 2026

કેરોલિના મૂચોવા પહેલીવાર વિમ્બલ્ડન ફાઇનલમાં

મેન્સ સિંગલ્સમાં બ્રિટનનો ક્વોલીફાયર ખેલાડી આર્થર ફેરી સેમિ ફાઇનલમાં

લંડન તા.9: ઝેક ગણરાજયની 10મા ક્રમની ખેલાડી કેરોલિના મૂચોવા પહેલીવાર વિમ્બલ્ડન મહિલા સિંગલ્સના ફાઇનલમાં પહોંચી છે. સેમિ ફાઇનલમાં તેણીઓ તીવ્ર રસાકસી બાદ અમેરિકી ખેલાડી અને સાતમા ક્રમની કોકો ગોફ વિરૂધ્ધ 6-2, 1-6 અને 7-6થી રોમાંચક વિજય થયો હતો. નિર્ણાયક ટાઇબ્રેકરમાં મૂચોવાએ મેચ પોઇન્ટ બચાવીને 12-10થી બાજી મારી હતી. બીજો સેમિ ફાઇનલ માર્તા કોસ્તૂયક અને એલ. નોસાકોવા વચ્ચે રમાશે. જેની વિજેતા ખેલાડી ફાઇનલમાં મૂચોવા સામે ટકરાશે.

આ પહેલા મેન્સ સિંગલ્સમાં બ્રિટનના ખેલાડી આર્થર ફેરીએ તેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે કવાર્ટર મેચમાં અપસેટ કરીને ફ્રેંચ ઓપન-2026ના રનર્સઅપ ખેલાડી ફ્લેવિયો કોબોલીને 6-4, 7-6 અને 6-0થી હાર આપી હતી. આર્થર ફેરીએ વાઇલ્ડ કાર્ડથી વિમ્બલ્ડનમાં એન્ટ્રી કરી હતી. તે સેમિ ફાઇનલમાં પહોંચનારો વિમ્બલ્ડન ઇતિહાસનો બીજો વાઇલ્ડ કાર્ડ ખેલાડી બન્યો છે. આ પહેલા 2001માં ક્રોએશિયાનો ખેલાડી ગોરાન ઇવાનિસેવિચે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

સેમિ ફાઇનલમાં આર્થર ફેરીની ટકકર ફ્રેંચ ઓપન ચેમ્પિયન જર્મન ખેલાડી એલેકઝાંડર જેવરેવ સામે થશે. તેણે છઠ્ઠા ક્રમના ખેલાડી ટેલર ફ્રિટજને 6-4, 6-4 અને 6-2થી હાર આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક