• શુક્રવાર, 10 જુલાઈ, 2026

દ્વારકાઃ સામાન્ય બોલાચાલી બાદ એક જ પરિવાર પર જીવલેણ હુમલો, 16 સામે ફરિયાદ

દ્વારકા, તા.9 દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારના દાતારી ચોકમાં છોકરાઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા એક પરિવાર પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે આવેલા ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઉમરભાઈ ઓસમાણભાઈ લુચાણી, તેમના પત્ની અને પુત્ર અલ્તાફને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની વિગત મુજબ, અંસાર અને અસ્લમ ઇસબાણી વચ્ચેના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા પિતા-પુત્ર પર બે મોટરસાઇકલ પર આવેલા શખસોએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેમના પરિવારના અન્ય સભ્યો પણ ટોળું વળીને ત્યાં ધસી આવ્યા હતા. ટોળાએ પરિવારને બિભત્સ ગાળો આપી, લોખંડના પાઇપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાના પગલે દ્વારકા પોલીસે 16 શખસ સામે રાયાટિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આરોપીઓને ઝડપી પાડી ઘટનાસ્થળે લઈ જઈને રિ-કન્સ્ટ્રક્શન અને પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક