હેલિકોપ્ટર, બેટરી કાર સેવામાં વિક્ષેપઃ યાત્રીઓને સાવચેતી વર્તવાની સલાહ
નવી દિલ્હી,
તા.9ઃ
દેશભરમાં હવે
અસલ મિજાજમાં
સક્રિય બનેલી
ગયેલા ચોમાસાની
અસર હવે
તીર્થસ્થાનો અને
યાત્રાઓમાં પણ
દેખાવા લાગી
છે. જમ્મુ-કાશ્મીરમાં
અમરનાથ યાત્રા
અને માતા
વૈષ્ણો દેવીની
યાત્રા માટે
હજારોની સંખ્યામાં
શ્રદ્ધાળુઓ પહોંચ્યા
છે ત્યારે
જ ભારે
વરસાદને કારણે
વૈષ્ણો દેવી
યાત્રા માર્ગ
પર ભૂસ્ખલન
થયું છે.
જોકે, આ
ઘટનાથી શ્રદ્ધાળુઓની
આસ્થા પર
કોઈ અસર
પડી નથી
અને હાલ
વૈષ્ણો દેવીની
યાત્રા યથાવત
ચાલુ છે.
બીજી તરફ
અમરનાથ યાત્રા
દરમિયાન પણ
વચ્ચે-વચ્ચે
વરસાદ પડી
રહ્યો છે.
ભારે વરસાદને
કારણે વૈષ્ણો
દેવી માર્ગ
પર કેટલીક
સેવાઓને થોડા
સમય માટે
સ્થગિત કરવામાં
આવી છે.
વૈષ્ણો દેવી
માર્ગ પર
ભૂસ્ખલન થયા
બાદ શ્રાઇન
બોર્ડની બચાવ
ટીમે તરત
જ માર્ગ
સાફ કરવાની
કામગીરી શરૂ
કરી દીધી
હતી.
બીજી તરફ
અમરનાથ ધામમાં
પણ સતત
વચ્ચે-વચ્ચે
વરસાદ પડી
રહ્યો છે,
જેના કારણે
શ્રદ્ધાળુઓને ભારે
મુશ્કેલીઓનો સામનો
કરવો પડી
રહ્યો છે.
વરસાદને કારણે
બાલતાલ અને
પહેલગામના માર્ગો
પર ભારે
લપસણો થઈ
ગયો છે.
જોકે, શ્રાઇન
બોર્ડે યાત્રાળુઓને
માર્ગના સમારકામ
અને જાળવણીનું
કામ પૂર્ણ
ન થાય
ત્યાં સુધી
પોતાના કેમ્પોમાં
જ રહેવાની
સલાહ આપી
છે.