• શુક્રવાર, 10 જુલાઈ, 2026

36 વર્ષ બાદ ભારતીય ખેલાડી વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સ કવાર્ટર ફાઇનલમાં

લંડન, તા.9: ભારતનો 18 વર્ષીય યુવા ટેનિસ ખેલાડી અર્ણવ પાપરકર વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સમાં 36 વર્ષ પછી કોઇ ભારતીય ખેલાડીએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા 1990માં લિએન્ડર પેસે આ પરાક્રમ કર્યું હતું. ત્યારે પેસે 17 વર્ષની વયે આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.

અર્ણવ પાપરકરે ત્રીજા રાઉન્ડમાં જાપાનના ખેલાડી રયો તબાતા સામે 6-2 અને 6-2થી જીત મેળવી હતી. કવાર્ટર ફાઇનલમાં તેની ટક્કર અમેરિકી ખેલાડી જોર્ડન લી વિરુદ્ધ થશે. અર્ણવ પાપરકર પૂણેનો ખેલાડી છે અને આઇટીએફ જૂનિયર રેંકિંગમાં તે 19મા વર્લ્ડ નંબર પર છે.

ઇ-પેપરના નવા શુલ્ક