• શુક્રવાર, 10 જુલાઈ, 2026

‘આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે’

-ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 લોન્ચ કરી, 6 લાખ કરોડના રોકાણની સંભાવના

-ઘોલેરા વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી બનશે ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવી

 

અમદાવાદ,તા.9 ગુજરાતને ગ્લોબલ ટેક્નોલોજી મેપ પર અગ્રેસર કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 લોન્ચ કરીને ડિજિટલ ક્રાંતિ તરફ એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. નવી નીતિના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં અંદાજે રૂ. 6 લાખ કરોડનું માતબર રોકાણ આવવાની અને લાખો નવી રોજગારીની તકો ઊભી થવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. અઈં આધારિત ટેક્નોલોજીના ઝડપી વિકાસ સાથે સ્કેલેબલ ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ સતત વધી રહી છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને તેમજ રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29  અમલમાં મૂકી છે. નવી પોલિસી દ્વારા રાજ્યમાં ક્લાઉડ સર્વિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, -કોમર્સ પ્લેટફોર્મ, સ્માર્ટ મેન્યુફેક્ચારિંગ સિસ્ટમ્સ અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ સક્ષમ અને ગતિશીલ  બનાવી શકાશે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર રાજ્યના નહીં પરંતુ દેશના ન્યુ જનરેશન ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી સમયમાં આવી નવી ટેક્નોલોજી અને ઇનોવેશન રાજ્યના અર્થતંત્રનું બેકબોન સાબિત થશે.

નાયબ મુખ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, માત્ર ધોલેરામાં પોલિસીની ક્ષમતા કરતાં બમણી ડિમાન્ડ છે. જેના પરિણામે ઘોલેરા વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી બનશે. ડેટા સેન્ટર સ્થાપવાની સાથે સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર્સ- જીસીસીનું હેડક્વાર્ટર બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. ધોલેરાની કનેક્ટિવિટી વધારવા ટૂંક સમયમાં નવું એરપોર્ટ કાર્યરત થશે અને અમદાવાદથી ઘોલેરા વચ્ચે સેમી-હાઈસ્પીડ ટ્રેન પણ શરૂ થવા જઈ રહી છે.

મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગેમ-ચેન્જર સાબિત થશે. નવી પોલિસી દ્વારા ગુજરાતમાં અંદાજે રૂ. 6 લાખ કરોડનું માતબર રોકાણ આવવાની અને મોટા પાયે રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે. જે વર્લ્ડ બેંકની વ્યાખ્યા મુજબ ગુજરાતનેહાઈ-િમડલ ઇકોનોમી તરીકે વધુ મજબૂત બનાવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક