સાત દી’માં અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી
નવી
દિલ્હી, તા. 6 : આ વર્ષે ચોમાસું મોડું પહોંચ્યું છે, પરંતુ હવે તે ઝડપથી આગળ વધી રહ્યું
છે. હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે, આજે ચોમાસું મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશના
કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો, તામિલનાડુનો મોટાભાગનો ભાગ અને પૂર્વોત્તર રાજ્યોના
કેટલાક ભાગોમાં પહોંચ્યું હતું. હવે, આગામી સાત દિવસ દરમિયાન, કેરળ, તામિલનાડુ, કર્ણાટક
અને ઉત્તર-પૂર્વ ભારતમાં ખૂબ જ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને ગોવામાં
પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
6-12
જૂન દરમિયાન અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલયમાં ભારે વરસાદની અને 7-12 જૂન દરમિયાન નાગાલેન્ડ,
મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો કે, સ્કાયમેટ
વેધરના નિષ્ણાત જી.પી. શર્માના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને બંગાળમાં
ચોમાસાંને ગતિ આપવા માટે બંગાળની ખાડીમાં જે મજબૂત સિસ્ટમ સર્જાવી જોઇએ તે હજી સુધી
ઊભી થઇ નથી.
દરિયાકાંઠાના
આંધ્રપ્રદેશ, યાનમ, તામિલનાડુ, પુડુચેરી, કરાઇકલમાં 6-12 જૂન દરમિયાન, ઉત્તર આંતરિક
કર્ણાટકમાં 12 જૂને, દક્ષિણ કર્ણાટકમાં 8-12 જૂન દરમિયાન, રાયલસીમામાં 6-11 જૂન દરમિયાન,
તેલંગાણામાં 6-10 જૂન અને 12 જૂન દરમિયાન વરસાદ પડશે.