• મંગળવાર, 19 મે, 2026

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ખનન કરતા 40ની અટકાયત

વઢવાણ તા.18: સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ગેરકાયદે ખનીજનું વહન થતું હોય છે. પોલીસ દ્વારા અવારનવાર દરોડા પણ પાડવામાં આવે છે તેમ છતાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ જ જોવા મળે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુંની સૂચના અનુસાર જિલ્લા પોલીસ દ્વારા 40 જેટલા ઇસમોની અટકાયત કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી  છે.

જિલ્લાના સાયલા, મુળી અને થાનગઢ તાલુકામાં દરોડા પાડી ખનીજ પ્રવૃત્તિઓઁમાં 40 જેટલા ઈસમો સોશિયલ મીડિયા પર ડિજિટલ નેટવર્ક દ્વારા વિવિધ સરકારી અધિકારીઓની રેકી કરતા હોવાનું જાણવા મળ્યું હતું તેમજ ઇસમો દ્વારા વિવિધ વોટસએપ ગ્રુપ બનાવી પોલીસ વિભાગ, ખાણ ખનીજ વિભાગ તથા અન્ય વિભાગના અધિકારીઓના લાઇવ લોકેશન, ટીમ ક્યાં જાય છે તથા ક્યાંથી નીકળી જેવી માહિતીઓ મોકલતા હતા. જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી 40 જેટલા ઈસમોને સુરેન્દ્રનગર  હેડ ક્વાર્ટર ખાતે લાવી કડક સૂચના આપવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક