જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભારે મતદાન : શહેરી વિસ્તારોની તુલનાએ ગામડાઓમાં તડકાની પરવાહ કર્યા વગર લોકો મતદાન કરવા ઉમટયાં
રાજકોટ
મનપા માટે 51.18%, જામનગર 57.84% ભાવનગરમાં
54.89% પોરબંદરમાં 48.51% મતદાન નોંધાયું
ગાંધીનગર
તા.26 : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા તાલુકા પંચાયતમાં ભારે મતદાન
થયું હતું ત્યારે શહેરી વિસ્તારમાં મતદારો એ ઉદાસીન તથા રાજકીય નેતાઓમાં ફાળ પડી છે.
રાજ્યમાં
આજે ગરમીનો પ્રકોપ પણ ચરમશીમાએ હતો અને ગ્રામીણ વિસ્તારમાં લોકોએ તડકાની ચિંતા કર્યા
સિવાય મતદાનમાં ભારે રસ દાખવ્યો હતો. જોકે મહેસાણા જિલ્લાની મહેસાણા કોર્પોરેશનમાં
એક ગામે સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો તો ભરૂચમાં પણ એક જ ગામમાં બહિષ્કાર થયાની ઘટનાઓ
સામે આવી છે.
ગ્રામીણ
વિસ્તારના પ્રશ્નો રહ્યા છે તેને કારણે લોકોમાં રોષ પણ જોવા મળતો હતો. શહેરી વિસ્તારમાં
મતદાર યાદીને લઈ વ્યાપક ફરિયાદો મળી હતી પરંતુ તંત્રએ આ ખાડા કામ કરી ફરિયાદોને મહત્વ
આપ્યું નહોતું અને એક બે કિસ્સામાં તો મતદાન યાદીમાં નામ બતાવે પરંતુ મતદાન મથકની યાદીમાં
ડીલીટના સિક્કા લાગેલા જોવા મળતા મતદારો નિરાશ થયા હતા. આ બાબતને લઈ ઉમેદવારોનું ધ્યાન પણ દોરવા છતાં કોઈ
પરિણામ મળી શક્યુ ન હતું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 20 વર્ષ પછી એક સાથે
યોજાઇ હોવાથી રાજકીય પક્ષો પણ કાર્યકરોની ખેંચ અનુભવતા જોવા મળ્યા હતા અને ઉમેદવારોના
સમર્થકો પણ ગરમીમાં ઘરમાં આરામ ફરમાવતા શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારી નીચે ગઈ છે
જ્યારે ગ્રામીણ વિસ્તારમાં લોકો મજૂરીથી ટેવાયેલા હોય મતદાન કરવા નીકળ્યા હતા પરંતુ
બપોર પછી તેમાં થોડી ધીમી ગતિ થઈ હતી પરંતુ સાંજે 4:00 વાગ્યા પછી તેમાં ગતિ આવી હતી. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન
મતદારોનો ઉત્સાહજનક પ્રતિસાદ નોંધાયો હતો. રાજ્યભરમાં મહાનગર પાલિકાઓમાં સરેરાશ 48.55
ટકા, નગરપાલિકાઓમાં 58.12 ટકા, જિલ્લા પંચાયતોમાં 60.66 ટકા તથા તાલુકા પંચાયતોમાં
સરેરાશ 61.23 ટકા મતદાન નોંધાયું હતું. શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં
વધુ મતદાન નોંધાતા લોકશાહી પ્રક્રિયામાં ગ્રામજનોએ સક્રિય ભાગીદારી દર્શાવી હતી.
ગુજરાત
રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જિલ્લાઓમાં આજે મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા
પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. મતદારોમાં લોકશાહી
પ્રત્યે વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ દિવસભર મતદાન મથકો પર સારો પ્રતિસાદ
નોંધાયો હતો.
મહાનગર
પાલિકાઓમાં જામનગરમાં 57.84 ટકા, ભાવનગરમાં
54.89 ટકા, રાજકોટમાં 51.18 ટકા, પોરબંદરમાં 48.51 ટકા અને ગાંધીધામમાં 41.78 ટકા મતદાન
નોંધાયું હતું.
નગરપાલિકાઓમાં
જામનગર જિલ્લામાં 71.53 ટકા મતદાન સાથે અગ્રેસર રહ્યું હતું. ઉપરાંત મોરબીમાં 59.14
ટકા, ગીર સોમનાથમાં 62.28 ટકા, દેવભૂમિ દ્વારકામાં 57.90 ટકા, ભાવનગરમાં 53.60 ટકા,
સુરેન્દ્રનગરમાં 51.81 ટકા, અમરેલીમાં 58 ટકા, જૂનાગઢમાં 49.53 ટકા, બોટાદમાં 48.42
ટકા, રાજકોટમાં 41.76 ટકા અને કચ્છમાં 53.71 ટકા મતદાન નોંધાયું હતું.
જિલ્લા
પંચાયતોમાં મોરબીમાં 71.09 ટકા, ગીર સોમનાથમાં 58.84 ટકા, સુરેન્દ્રનગરમાં 59.02 ટકા,
દેવભૂમિ દ્વારકામાં 56.53 ટકા, જામનગરમાં 56.33 ટકા, જૂનાગઢમાં 54.92 ટકા, બોટાદમાં
53.96 ટકા, રાજકોટમાં 58.98 ટકા, ભાવનગરમાં 55.66 ટકા, અમરેલીમાં 53 ટકા અને પોરબંદરમાં
43.37 ટકા મતદાન નોંધાયું હતું.
તાલુકા
પંચાયતોમાં મોરબીમાં 64.21 ટકા, કચ્છમાં 60.10 ટકા, ગીર સોમનાથમાં 58.92 ટકા, સુરેન્દ્રનગરમાં
57.90 ટકા, દેવભૂમિ દ્વારકામાં 56.82 ટકા, જામનગરમાં 55.90 ટકા, જૂનાગઢમાં 54.15 ટકા,
બોટાદમાં 52.40 ટકા, રાજકોટમાં 52.28 ટકા, ભાવનગરમાં 51.03 ટકા, અમરેલીમાં 53 ટકા અને પોરબંદરમાં 44.63 ટકા મતદાન નોંધાયું હતું.