• સોમવાર, 27 એપ્રિલ, 2026

મહુવામાં મતદાન કરી પરત ફરતા yવાનની છરીના ઘા ઝીંકી હત્યા અગાઉ થયેલી માથાકૂટના કારણે હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું

ભાવનગર,તા.26: ભાવનગરના મહુવા શહેરમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન હિંસક વળાંક આવ્યો હતો. શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારમાં પોતાનો મતાધિકાર વાપરીને પરત ફરી રહેલા 26 વર્ષીય યુવાન પર બે અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો. ધોળા દિવસે જાહેર રોડ પર બનેલી આ ઘટનામાં હુમલાખોરોએ યુવાનને છરીના અનેક ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાખ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

મૃતક યુવાનની ઓળખ મૂળ રાજુલાના વતની અને હાલ કામ અર્થે મહુવામાં રહેતા સમીરભાઈ સાલેભાઈ યાફાઈ તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યા પાછળ જૂની અંગત અદાવત જવાબદાર છે. અગાઉ થયેલા ઝઘડાને કારણે સમીર રાજુલા રહેવા જતો રહ્યો હતો, પરંતુ આજે મતદાન હોવાથી તે ખાસ મહ્નવા આવ્યો હતો. આ વાતની જાણ થતા જ હુમલાખોરોએ પૂર્વઆયોજિત કાવતરું રચી તેને મોતને ઘાટ ઉતારી દીધોહતો.

ચૂંટણીના સંવેદનશીલ દિવસે બનેલી આ હત્યાની ઘટનાને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે હુમલાખોરોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર ભાવનગર જિલ્લામાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક