નવી દિલ્હી, તા.26 : દિલ્હી કેપિટલ્સના આફ્રિકી ઝડપી બોલર લૂંગી એનગિડીને આઇપીએલના શનિવારના પહેલા મેચમાં પંજાબ કિંગ્સ સામે ફિલ્ડિંગ કરતી વખતે માથામાં ગંભીર ઇજા થઈ હતી. આથી તેને મેદાનમાંથી જ એમ્બ્યૂલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને પ-6 કલાકની સારવાર પછી છૂટ્ટી આપવામાં આવી હતી. તેની સ્થિતિ હવે પહેલા કરતા સારી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ એનગિડીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે આપ બધાની શુભેચ્છાનો આભાર. હવે હું ઠીક છું.
હોસ્પિટલમાં
એનગિડીના માથના ભાગનું સ્કેન કરાયું હતું. જેમાં ઇન્જરી ગંભીર ન હોવાનો રિપોર્ટ આવ્યો
હતો. જમીન પર માથું જોરથી પટકાયું હતું. આથી તેને ચક્કર આવી ગયા હતા. સોજો પણ છે. આથી
એનગિડીએ લગભગ એક સપ્તાહ સુધી મેદાન બહાર રહી શકે છે.