‘મન કી બાત’માં વડાપ્રધાન : 1.20 કરોડ ઘરની યાદીની કવાયત પૂરી થઈ ગઈ છે
નવી
દિલ્હી, તા. 26 : ભારતમાં થઈ રહેલી વસતી ગણતરી આખી દુનિયાનું સૌથી મોટું અભિયાન છે,
તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના 133મા એપિસોડમાં જણાવ્યું હતું. વડાપ્રધાને
દેશને સંબોધતાં કહ્યું હતું કે, આ વખતે નાગરિકોને વસતી ગણતરીનો અલગ જ અનુભવ થવાનો છે.
અત્યાર
સુધી લગભગ એક કરોડ 20 લાખ પરિવારના ઘરોની યાદી કરવાની કવાયત પૂરી પણ થઈ ચૂકી છે. બુદ્ધપૂર્ણિમાની
દેશને આગોતરી શુભેચ્છા આપતાં મોદીએ જણાવ્યું હતું કે, ભગવાન બુદ્ધનો જીવન સંદેશ આજે
પણ એટલો જ પ્રાસંગિક છે. બુદ્ધે શીખવ્યું છે કે, શાંતિ આપણી અંદરથી જ શરૂ થાય છે. સ્વયં
પર વિજય સૌથી મોટો વિજય હોય છે.