નવી દિલ્હી, તા.26: પંજાબ કિંગ્સ વિરુદ્ધ 264 રનનો વિશાળ સ્કોર બનાવ્યા પછી પણ હાર સહન કરનાર દિલ્હી કેપિટલ્સ હવે સોમવારના મેચમાં જીતની રાહ પર અગ્રેસર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમનો સામનો કરશે. દિલ્હી કેપિટલ્સની સૌથી મોટી ચિંતા તેની બોલિંગ છે. તેના બેટધરોએ શાનદાર દેખાવ કર્યો પણ બોલરો મોટા સ્કોરનો બચાવ કરી શક્યા નહીં. આ માટે તેની નબળી ફિલ્ડિંગ પણ જવાદબાર છે. ખાસ કરીને પાવર પ્લે અને ડેથ ઓવર્સમાં દિલ્હીની બોલિંગ રણનીતિથી ભટકી રહી છે. આરસીબી સામેના મેચમાં કપ્તાન અક્ષર પટેલ પાસેથી બોલરોનો યોગ્ય ઉપયોગ કરવાની આશા રહેશે. બીજી તરફ આરસીબી ટીમ સંતુલિત દેખાવ કરી રહી છે. તેની બેટિંગ-બોલિંગમાં ધાર અને ઊંડાઈ છે. દિલ્હી કેપિટલ્સનું સકારાત્મક પાસું તેનું મજબૂત બેટિંગ ક્રમ છે. કે એલ રાહુલ ઝડપી શરૂઆત આપી રહ્યો છે. મીડલ ઓર્ડરમાં નીતિશ રાણા અને ડેવિડ મિલર સાથે આપી રહ્યા છે. આરસીબી સામે પથૂમ નિસંકાનાં સ્થાને પૃથ્વી શોને તક મળી શકે છે. દિલ્હીએ જીતની રાહ પર વાપસી કરવી હશે તો તેના બોલરોએ શાનદાર દેખાવ કરવો પડશે.
બીજી
તરફ આરસીબી સારા ફોર્મમાં આગળ વધી રહી છે. વિરાટ, દેવદત્ત અને કપ્તાન પાટીદાર સારા
ફોર્મમાં છે. હેઝલવૂડ અને ભુવનેશ્વરનાં નેતૃત્વમાં તેની બોલિંગ પણ મજબૂત છે.