• સોમવાર, 27 એપ્રિલ, 2026

દિલ્હી એરપોર્ટે સ્વિસ એરનાં વિમાનનું એન્જિન ફેઈલ વિમાન ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે સર્જાયેલી દુર્ઘટના

એન્જિનમાં આગ લાગતાં મુસાફરોને ઈમરજન્સીમાં બહાર કઢાયા : છ ઘાયલ

નવીદિલ્હી,તા.26: દિલ્હી એરપોર્ટ ઉપર એક મોટી વિમાન દુર્ઘટના સર્જાતા સ્હેજમાં અટકી હતી. અહીં સ્વિસ એરનાં એક વિમાનનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું અને તેનાં હિસાબે વિમાનમાં આગ પણ લાગી હતી. આ દુર્ઘટનામાં 6 મુસાફર ઘવાયા પણ હતાં.

આજે સવારે સ્વિસ એરનું દિલ્હીથી જ્યુરિક જતાં વિમાન એલએક્સ-147નું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. વિમાન શનિવારે રાતે 1.08 કલાકે ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે જ તેનું પહેલું એન્જિન અચાનક કામ કરતું બંધ થઈ ગયું હતું. તેમાં આગ પણ લાગી ગઈ હતી. આ વિમાનમાં 228 યાત્રીઓ અને 4 શિશુ સવાર હતાં. ત્યારબાદ વિમાનમાં સવાર તમામ યાત્રીઓને રનવે ઉપર ઈમરજન્સી સ્લાઈડનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતાં. આ ઘટના પછી સાવચેતીનાં ભાગરૂપે વિમાનની ઉડાન રદ કરી નાખવામાં આવી હતી. વિમાનનાં એન્જિનમાં ખરાબી આવવાનું કોઈ સ્પષ્ટ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.

સદ્દનસીબે વિમાન ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે આ ઘટના બની ગઈ હતી. જો વિમાન ઉડયા બાદ આવો કોઈ ગંભીર ખોટકો સર્જાયો હોત તો ફરી એકવાર અમદાવાદ જેવી ભયાનક વિમાન દુર્ઘટના પણ બની શકી હોત.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક