ટ્રમ્પ ઉપર હુમલો કરનારો કોલ થોમસ એલન ગેમ ડેવલપર અને પાર્ટ ટાઇમ શિક્ષક છે
વોશિંગ્ટન,
તા. 26 : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ડિનર પાર્ટી પર ગોળીબાર કરનાર વ્યક્તિની ધરપકડ
કરવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ દક્ષિણ કેલિફોર્નિયામાં એક શિક્ષક તરીકે જાહેર
કરવામાં આવી છે. આ 31 વર્ષીય શખ્સ વીડિયો ગેમ ડેવલપર પણ હોવાનું કહેવાય છે, તેનું નામ
કોલ થોમસ એલન છે.
એલન
લોસ એન્જેલસ નજીક ટોરેન્સ વિસ્તારનો રહેવાસી હોવાનું કહેવાય છે. સીએનએન, એલનના નામ
અને ફોટા સાથે મેળ ખાતી લિંક્ડઇન પ્રોફાઇલને ટાંકીને મીડિયા અહેવાલમાં સી-ટુ એજ્યુકેશન
નામની સંસ્થામાં પાર્ટટાઇમ શિક્ષક તરીકે બતાવાયો છે.
અહેવાલ
અનુસાર એલનને ડિસેમ્બર-2024માં ‘ટીચર ઓફ ધ મન્થ’ પણ જાહેર કરવામાં આવ્યો હતો. એલને
2017માં કેલિફોર્નિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનીયારિંગમાં સ્નાતકની
ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે ગયાં વર્ષે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી-ડામિંગુએઝ
હિલ્સમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. કેલ્ટેકમાં અભ્યાસ કરતી
વખતે 2017માં તેમને વ્હીલચેર માટે પ્રોટોટાઇપ ઇમર્જન્સી બ્રેક બનાવવા બદલ સ્થાનિક સમાચાર
અહેવાલમાં દર્શાવવામાં આવ્યો હતો.
સીએનએનના
અહેવાલ મુજબ રેકોર્ડસ દર્શાવે છે કે, તેણે ઓક્ટોબર-2024માં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા
હેરિસના રાષ્ટ્રપતિ પ્રચાર માટે 25 ડોલરનું નાનું દાન પણ આપ્યું હતું. એલન પોતાને એક
વીડિયો ગેમ ડેવલપર તરીકે પણ વર્ણવે છે.