47.4 ડિગ્રી સાથે બાંદા સૌથી ગરમ
વિશ્વના
100 સૌથી ગરમ સ્થળમાં દેશના 92 શહેર
નવી
દિલ્હી, તા.26: એપ્રિલના અંત સુધીમાં તો ગરમીએ ભારતને બેહાલ બનાવ્યું છે. વૈશ્વિક તાપમાનના
આંકડાઓ મુજબ વિશ્વના 100 સૌથી ગરમ શહેરની સૂચિમાં ભારતના 92 શહેર છે. આ આંકડા દર્શાવે
છે કે ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીમાંથી પસાર થઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશનું બાંદા
શહેર 47.4 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશનું સૌથી ગરમ મથક બન્યું હતું.
ગરમીની
ભીષણતા એ હદે છે કે સહારા રણના અનેક શહેરો પણ અત્યારે ભારતીય શહેરોની સરખામણીએ ઓછાં
ગરમ છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ જેવા મહાનગરોમાં પણ તાપમાન 42-44 ડિગ્રી સે. જેટલું
ઊંચે છે.ઉત્તરપ્રદેશનો બાંદા જિલ્લો શનિવાર અને રવિવારે માત્ર ભારત જ નહીં, દુનિયાનાં
સૌથી ગરમ સ્થળમાં સામેલ હતો. અહીં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સે. થઈ ગયું હતું જે સામાન્યથી
6.2 ડિગ્રી સે. વધુ હતું. તાપમાન મામલે બાંદાએ 29 એપ્રિલ 2022ના ચાર વર્ષ અગાઉના વિક્રમની
બરાબરી કરી છે. બાંદા ઉપરાંત ઉત્તરપ્રદેશના
અન્ય શહેરો પણ ગરમીમાં શેકાયાં હતાં જેમાં પ્રયાગરાજ 45.5 ડિગ્રી સે., વારાણસી 45.0
ડિગ્રી સે., ઝાંસી 44.8 ડિગ્રી સે. અને લખનૌ 42.9 ડિગ્રી સે.નો સમાવેશ થાય છે. યુપીના
20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવે રાત્રે પણ લૂ ફૂંકાઈ રહી છે
અને તેની પણ ચેતવણી આપવામાં આવી છે.