• સોમવાર, 27 એપ્રિલ, 2026

ચેન્નાઇ સામે ગુજરાતનો 8 વિકેટે ઝળહળતો વિજય સુદર્શનના 87* રન અને રબાડાની 3 વિકેટ

ચેન્નાઇ: 20 ઓવર 7/158

ગુજરાત: 16.4 ઓવર 2/162

ચેન્નાઇ તા.26: કાગિસો રબાડાની આગેવાનીમાં બોલરોના બળુકા દેખાવ પછી સાઇ સુદર્શનની 87 રનની આક્રમક ઇનિંગની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સનો 8 વિકેટે સંગીન વિજય થયો હતો. સીએસકેના 7 વિકેટે 1પ8 રનના જવાબમાં ટાઇટન્સે 16.4 ઓવરમાં 20 દડા બાકી રાખીને ફકત 2 વિકેટ ગુમાવી 162 રની કરી વિજય પ્રાપ્ત કર્યોં હતો. ચેન્નાઇ વિરૂધ્ધની જીતથી ગુજરાત ટીમ પોઇન્ટ ટેબલ પર પાંચમા ક્રમે પહોંચી છે. તેના ખાતામાં 8 મેચમાં 4 જીત અને 4 હાર સાથે 8 અંક છે. 1પ9 રનના સામાન્ય વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સ તરફથી સાઇ સુદર્શને 46 દડામાં 4 ચોક્કા અને 7 છક્કાથી 87 રનની આતશી ઇનિંગ રમી હતી. તેના અને કપ્તાન શુભમન ગિલ (33) વચ્ચે પહેલી વિકેટમાં 38 દડામાં પ8 રનની ભાગીદારી થઇ હતી. જયારે જોસ બટલર 39 રને નોટઆઉટ રહ્યો હતો. તેના અને સુદર્શન વચ્ચે બીજી વિકેટમાં 60 દડામાં 97 રનની મેચ વિનિંગ પાર્ટનર શિપ થઇ હતી. સીએસકે તરફથી અકિલ હુસેન અને નૂર અહમદે 1-1 વિકેટ લીધી હતી.

આ પહેલા ઋતુરાજ ગાયકવાડની 60 દડામાં 6 ચોક્કા-4 છક્કાથી અણનમ 74 રનની કેપ્ટન ઇનિંગથી ચેન્નાઇના 7 વિકેટે 1પ8 રન થયા હતા. શિવમ દૂબેએ 22 અને જેમી ઓવરટને 18 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નાઇના બાકીના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. ટાઇટન્સ તરફથી રબાડાએ 3 અને અરશદ ખાને 2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક