• સોમવાર, 27 એપ્રિલ, 2026

ગોંડલ : કાળઝાળ ગરમીમાં ખજૂરીનો બગીચો ભડકે બળ્યો : 50 જેટલા ઝાડ બળીને ખાક

ગોંડલ,તા.26: ગોંડલ પાટીયાળી ગામમાં આજે બપોરે 42 ડિગ્રી તાપમાન વચ્ચે અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. સરકારી ખરાબાની જમીનમાં આવેલા ખજૂરીના બગીચામાં અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં અંદાજે 40 થી 50 જેટલા ખજૂરીના ઝાડ બળીને ખાખ થઈ ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.

સાવચેતીના ભાગરૂપે નજીકના ઝૂંપડામાં રહેતા શ્રમિકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

પાટીયાળી ગામની સીમમાં સરપંચ ઇન્દ્રજીતાસિંહ જાડેજાના ફાર્મ હાઉસની બાજુમાં લાગેલી આ આગની જાણ થતા જ ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો અને ફાયર ફાઈટરોએ સતત અઢી કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગરમી અને પવનના કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી, પરંતુ સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ ઘટનામાં ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે, જે અંગે ગ્રામ પંચાયત દ્વારા તંત્રને વિધિવત્ જાણ કરવામાં

આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક