• સોમવાર, 27 એપ્રિલ, 2026

રાજકોટમાં પાનની દુકાન ચલાવતા યુવાને તણાવમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટ,તા.26 : રામપર બેટી ગામમાં રહેતા 18 વર્ષીય યુવાને માનસિક તકલીફથી કંટાળીને પોતાનાં ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પાન-ફાકીની દુકાન ચલાવતા આ યુવાને રાત્રિના સમયે પરિવારના સભ્યો સૂઈ ગયા બાદ પંખા સાથે ચુંદડી બાંધી આત્મહત્યા કરી હતી. બીજા દિવસે સવારે જ્યારે યુવાને પોતાની દુકાન ન ખોલી ત્યારે લોકોએ શોધખોળ હાથ ધરતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

રામપર બેટી ગામે રહેતા વિશ્વભાઈ દિનેશભાઈ ભલગામડિયા(ઉં. વ.18) નામના કોળી યુવાને આ આત્યંતિક પગલું ભરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના પિતા ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનના એએસઆઇ યોગેન્દ્રભાઈ ચૌહાણે ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને આપઘાત પાછળના વધુ કારણો જાણવા તપાસ શરૂ કરી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક