કેબિનેટની બેઠકમાં કર્મચારી અને પેન્શનધારકો માટે રાહતકારી નિર્ણય : સરકારી તિજોરી ઉપર 6791.24 કરોડ રૂપિયાનો વધારાનો બોજ
નવીદિલ્હી,
તા.18: કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને મોટી ભેટ મળી છે. સરકારે પોતાના કર્મચારીઓનાં
મોંઘવારી ભથ્થા(ડીએ)માં 2 ટકાનો વધારો જાહેર કર્યો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓનું
ડીએ વધીને 60 ટકા થઈ ગયું છે. ડીએની માફક પેન્શનધારકોને મળતી મોંઘવારી રાહત ડીઆરમાં
પણ 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ડીએ
અને ડીઆરમાં 2 ટકાનો આ વધારો જાન્યુઆરીની અસરથી લાગુ થશે. એટલે કે, કર્મચારીઓને જાન્યુઆરી,
ફેબ્રુઆરી, માર્ચ માસનાં મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ચૂકવાશે. આ નિર્ણય એવા સમયે કરવામાં
આવ્યો છે જ્યારે કર્મચારી સંગઠન પ્રસ્તાવિત 8મા પગારપંચ હેઠળ વેતન માળખાંમાં મોટા સુધારાની
માગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકારે ગત વર્ષે નવેમ્બર માસમાં 8મા વેતનપંચની
રચના કરી હતી. આ પગાર પંચ કેન્દ્રીય કર્મીઓનાં પગાર માળખા, ભથ્થા અને પેન્શન સહિતની
પોતાની ભલામણો સરકારને સોંપશે. આ સૂચનો અને પ્રસ્તાવો 18 માસમાં સરકારને સુપરત કરવામાં
આવશે.
કેન્દ્રના
કર્મચારીઓનાં ડીએમાં વધારાની ઘોષણામાં પહેલીવાર આટલું મોડું થયું છે. સામાન્ય રીતે
સરકાર જાન્યુઆરીથી જૂન છ માસિક માટે ડીએ ઉપર હોળી આસપાસ એટલે કે માર્ચમાં નિર્ણય કરતી
હોય છે પણ આ વખતે આવું થયું નહોતું. 10 વર્ષમાં પહેલીવાર સરકારે ડીએનું એલાન એપ્રિલમાં
કર્યું છે. છેલ્લે ઓક્ટોબરમાં ડીએમાં ફેરફાર કરવામાં આવ્યો હતો ત્યારે મોંઘવારી ભથ્થાને
પપમાંથી પ8 ટકા કરવામાં આવ્યું હતું. આ વધારો 1 જુલાઈ 202પથી અમલી કરવામાં આવેલો.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે રાજધાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ
અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનાંથી પ0 લાખ કર્મચારી અને 69 લાખ પેન્શનરોને લાભ
થશે. સરકારનાં જણાવ્યા અનુસાર ડીએ અને ડીઆરમાં આ વધારો થતાં સરકારી તિજોરી ઉપર વાર્ષિક
6791.24 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. આ વધારો 7મા પગારપંચની ભલામણોનાં આધારે તૈયાર
કરેલા સૂત્ર અનુસાર કરવામાં આવ્યો છે.
24815
કરોડના બે રેલવે પ્રોજેક્ટને મંજૂરી
નવીદિલ્હી,તા.18:
કેન્દ્ર સરકારે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું લીધું
છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આજે 24815 કરોડ રૂપિયાના ખર્ચની બે મોટી
રેલવે મલ્ટી-ટ્રેકિંગ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. આમાં ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં
રેલવે નેટવર્કનો વિસ્તાર થશે. બન્ને પ્રોજેક્ટ પૂરા થયા બાદ ભારતીય રેલ નેટવર્કમાં
આશરે 601 કિ.મી.નો વધારો થશે. સરકારનું લક્ષ્ય આ પ્રોજેક્ટ 2030-31 સુધીમાં પૂરા કરવાનું
છે. આ બન્ને પ્રોજેક્ટ પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ લાવવામાં આવી છે અને
તેનો ઉદ્દેશ મલ્ટી મોડેલ કનેક્ટિવિટી અને ઝડપી લોજિસ્ટિક્સ નેટવર્ક તૈયાર કરવાનો છે.
આ બન્ને પ્રોજેક્ટમાં ગાઝિયાબાદ-સીતાપુર અને રાજમુંદરી-વિશાખાપટ્ટનમ વચ્ચે રેલવે લાઈનનો
સમાવેશ થાય છે.