બસના સ્ટેરીંગનો રોડ તૂટી જતા બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ
અમરેલી,તા,18:
ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક આજે સવારે એક
ખાનગી સ્કૂલ બસને અકસ્માત નડતા બસમાં સવાર 8 થી 10 વિદ્યાર્થીને નાની મોટી ઇજાઓ થઇ
હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે ચલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં
આવ્યા હતા.
ગોપાલગ્રામ
ગામની એક ખાનગી સ્કૂલની વિદ્યાર્થીઓથી ભરેલી બસ આજે વહેલી સવારે ચલાલાથી ગોપાલગ્રામ
તરફ જઈ રહી હતી. ત્યારે બસના સ્ટેરીંગમાં આવતો રોડ કોઈ કારણોસર તૂટી જતા ડ્રાઈવરે કાબૂ
ગુમાવી દીધો હતો અને આ બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતમાં અંદાજે 8 થી 10 જેટલા
વિદ્યાર્થીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનવાની જાણ સ્થાનિક આગેવાનોને થતાં જ ઈજાગ્રસ્ત
વિદ્યાર્થીઓને ચલાલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે
5 જેટલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા
હતાં. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ધારાસભ્ય જે.વી.
કાકડીયા, પાલિકા પ્રમુખ જયરાજ વાળા, વાલીઓ, શિક્ષકો સહિતનાં લોકો હોસ્પિટલ ખાતે પહોંચી
વિદ્યાર્થીઓના ખબર-અંતર પૂછ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી છે.