• રવિવાર, 19 એપ્રિલ, 2026

વંદે માતરમ્નાં વાદન સાથે સંસદનાં બજેટ સત્રનું સમાપન

અનેક બાબતે સંસદનું આ સત્ર ઐતિહાસિક બની ગયું

નવી દિલ્હી, તા.18: સંસદનું આજે સંપન્ન થયેલું બજેટ સત્ર અનેક બાબતે સંસદીય ઈતિહાસમાં નોંધાઈ ગયું. આ દરમિયાન મહિલા આરક્ષણ સંબંધિત બંધારણીય સુધારા વિધેયકને સરકાર લોકસભામાં પસાર કરવામાં વિફળ પણ રહી. સત્ર દરમિયાન એક દુર્લભ વાત એ જોવા મળી કે, જ્યારે રાષ્ટ્રપતિનાં અભિભાષણનો આભાર પ્રસ્તાવ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જવાબ વગર જ પસાર થઈ ગયો. જો કે રાજ્યસભામાં વડાપ્રધાને આ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો.

આ સત્ર દરમિયાન લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં ચર્ચા પછી ખારિજ થયો. રાજ્યસભામાં નવો ઈતિહાસ ત્યારે રચાયો જ્યારે કોઈ મનોનીત સદસ્ય ઉપસભાપતિ પદ ઉપર ચૂંટાઈ આવ્યા.

સત્રનાં સમાપન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમની માત્ર ધૂન વગાડવાનાં સ્થાને તેનાં છ અંતરા સાથેનું આખું ગાયન વગાડવામાં આવ્યું હતું. આ સત્ર 28 જાન્યુઆરીએ શરૂ થયું અને તેનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો. બીજા ચરણની શરૂઆત 9 માર્ચથી થઈ અને બે એપ્રિલ સુધી ચાલવાનું હતું પણ સરકારે સંસદને 16 એપ્રિલથી ફરી બોલાવી. આજે સંસદ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક