અભિયુક્ત નોટિસ વિના કાર્યવાહી જૂના આદેશ પ્રમાણે સંભવ ન હોવાથી નિર્ણય
નવી
દિલ્હી, તા. 18 : અલ્હાબાદ હાઇ કોર્ટની લખનઉ બેંચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે
પોતાના જ એક આદેશથી યુ-ટર્ન લીધો છે. લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીની બે નાગરીકતા
મામલે એફઆઇઆર દાખલ કરવાના ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવેલા આદેશને ખંડપીઠે રોકી લીધો
છે.
હાઇ
કોર્ટની લખનઉ બેંચની વેબસાઇટ ઉપર શનિવારે ઉપલબ્ધ આદેશમાં કોર્ટે કહ્યું હતું કે, શુક્રવારે
સુનાવણી દરમિયાન અરજકર્તા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વકીલને પૂછવામાં આવ્યું હતું
કે આ મામલે રાહુલને નોટિસ આપવાની જરૂરિયાત છે ? જેના ઉપર નોટિસની જરૂર ન હોવાનું કહેવાયું
હતું અને કોર્ટે એફઆઇઆર નોંધવાનો વિસ્તૃત આદેશ પસાર કર્યો હતો. જો કે આદેશ ટાઇપ થાય
તે પહેલા ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થીએ નોંધ્યું હતું કે અલ્હાબાદ હાઇ કોર્ટની પૂર્ણ
પીઠે 2014માં પસાર એક નિર્ણયમાં કહ્યું હતું કે એફઆઇઆર દાખલ કરવાની માગ કરતી અરજી ખારિજ
થવા ઉપર પુનર્વિચાર અરજી જ યોગ્ય છે અને આવી અરજી ઉપર પ્રસ્તાવિત અભિયુક્તને નોટિસ
મોકલી અનિવાર્ય છે. તેવામાં રાહુલને નોટિસ પહેલા મામલામાં એફઆઇઆર યોગ્ય નથી. હવે આ
મામલે વધુ સુનાવણી 20 એપ્રિલના રોજ કરવામાં આવશે.