રાજકોટમાં આઇ હબ સેન્ટર બનશે
ગાંધીનગર,
તા.18 (ફૂલછાબ ન્યૂઝ) ઃ રાજ્યના
અંદાજપત્રમાં સૌરાષ્ટ્ર કચ્છ માટે અનેક જોગવાઇઓ થઇ છે. આ વિસ્તારોને મેડિકલ ક્ષેત્ર
માટે નોંધપાત્ર ફાળવણી છે. એ ઉપરાંત નર્મદાના પાણી અને સૌની યોજનામાં મોટી ફાળવણી થઇ
છે. સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા જાહેરાત થઇ છે તે સ્થાનિક લોકોને રોજગારી
આપશે. એ ઉપરાંત સોમનાથમાં બસ પોર્ટ માટે મોટી રકમ ફાળવાઇ છે. જે પ્રવાસનને વેગ આપનારી
હશે. જામનગર, કેશોદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર,
કચ્છ પોરબંદર એમ અનેક જિલ્લાઓને અંદાજપત્રમાં કશુંક મળ્યું છે.
ઁ ઇન્સ્ટિટÎૂટ ઓફ કિડની ડીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર,ના સુરત, ભાવનગર અને જામનગર ખાતે સેન્ટરો બનશે
ઁ સ્ટાર્ટઅપ માટે
સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે શ-ઇંાuબના રીજનલ સેન્ટર માટે રૂ. 80 કરોડ.
ઁ નર્મદાના પાણીને
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના
સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે રૂ.1237 કરોડ
ઁ સૌની યોજના માટે
રૂ.473 કરોડ તથા કચ્છની યોજના
માટે રૂ.1333 કરોડ એમ કુલ રૂ.3043 કરોડ
ઁ નમો શક્તિ એકસપ્રેસ
વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ રૂ.3000 કરોડ
ઁ સોમનાથને “ગ્લોબલ
ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
ઁ ગીરનાર ખાતે યોજાતા
મહાશિવરાત્રીના મેળામાં અને નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે
રૂ.55 કરોડ
ઁ સોમનાથ ખાતે અદ્યતન
સુવિધા ધરાવતાં બસ પોર્ટ માટે રૂ. 244% કરોડ
ઁ કચ્છ અને અન્ય
વન વિસ્તારમાં ગાંડા બાવળને સ્થાને બામ્બૂ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર
કરવા તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્ડ રીસ્ટોરેશન માટે 297 કરોડ
ઁ મીઠાના અગરિયાઓને
આધારકાર્ડ આધારિત યુનિક નંબર સાથેનું આવાસ ફાળવવા રૂ.25 કરોડની જોગવાઇ.
ઁ એલ.ઇ. કોલેજ, મોરબી ખાતે માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ
ઁ રાજકોટ ખાતે એન.સી.સી.
લીડરશીપ એકેડેમીના બાંધકામ માટે રૂ.31 કરોડ
ઁ ગુજરાત નેવલ યુનિટ, ભાવનગર ખાતે બોટ હાઉસના નિર્માણ માટે જોગવાઇ.
ઁ યુ.એન.મહેતા ઇન્સ્ટિટÎૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર,
રાજકોટ અને પોરબંદર માટે રૂ.167 કરોડ
ઁ ગુજરાત કેન્સર
એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટÎૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર,
વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે 2153 કરોડની જોગવાઈ.
ઁ જામનગરની સરકારી
ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે રૂ.26 કરોડની જોગવાઈ.
ઁ કેશોદ એરપોર્ટથી
વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણાનું આયોજન.
ઁ ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં ખઈંઈઊ (ખયયાશિંક્ષલ, ઈંક્ષભયક્ષાશિંદયત, ઈજ્ઞક્ષરયયિક્ષભયત ફક્ષમ ઊડ્ઢવશબશાશિંજ્ઞક્ષત)
ઇફ્રાસ્ટ્રક્ચર માટે રૂ.100 કરોડની જોગવાઇ.
ઁ સુરેન્દ્રનગર જિલ્લાનાં
લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ તળાવથી ધોલેરા જઈંછ વિસ્તારને પાઇપલાઇન દ્વારા 100 ખકઉ પાણી પૂરું પાડવા માટે 2300 કરોડની જોગવાઈ.
ઁ કચ્છ જિલ્લામાં
દુધઈ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે 2230 કરોડની જોગવાઈ.
ઁ પોરબંદર ખાતે રીજનલ
સાયન્સ સેન્ટરની સ્થાપના માટે રૂ.25 કરોડની જોગવાઈ.
ઁ સોમનાથને ગ્લોબલ
ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે રૂ.20 કરોડ
ઁ મહુવા-ભાવનગર ખાતે
મત્સ્ય વિજ્ઞાન માટે રૂ.9 કરોડની જોગવાઇ.