• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

બજેટ GYAN : વિકસિત ગુજરાત ઉપર ધ્યાન

 

- રાજ્યનું વિક્રમી રૂ. 4.08 લાખ કરોડનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું ઃ રૂ. 210 કરોડની રાહતો સાથેનું બજેટ

- ગુજરાત બજેટ 2026-27 ઃ  સર્વગ્રાહી વિકાસનું લક્ષ્ય, વેપારીઓ માટે ઋજઝ પ્રક્રિયાનું સરળીકરણ અને ઇલેક્ટ્રિક વાહનો ઉપર ટેક્સ રિબેટ યથાવત્, જનતાને કરોડોની રાહત

 

અમદાવાદ, તા.18 ઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું કુલ રૂ. 4,08,053 કરોડનું કદ ધરાવતું વિક્રમજનક બજેટ રજૂ કર્યું હતું. જે આગલા વર્ષના કુલ રૂ. 3,70,803 કરોડના બજેટ કરતાં 10.2 ટકા વધુ છે. બજેટમાં રૂ. 210 કરોડની રાહતો જાહેર કરી છે. એકપણ રૂપિયાનો કોઈ નવો વેરો લાદ્યો નથી. જે લોકો માટે રાહતરૂપ છે. અંદાજિત પુરાંત રૂ. 974 કરોડ દર્શાવવામાં આવી છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એટલે કે ‘ઋઢઅગ’ને ધ્યાનમાં લેવાયા છે, બજેટને મુખ્ય 5 સ્તંભને આધિન તૈયાર કરાયું છે. સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ, આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથને કેન્દ્ર સ્થાને રખાયા છે. 2026-27 માટે કુલ બજેટમાંથી રૂ. 2,71,602 કરોડની મહેસૂલી આવક અને રૂ. 2,46,016 કરોડ મહેસૂલ ખર્ચ દર્શાવાયો છે. વર્ષાંતે કુલ રૂ. 25,586 કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઈ છે.

બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નથી પરંતુ ગુજરાતના સર્વાંગી વિકાસનો પાયો છે. શિક્ષણથી લઈને સેમિકન્ડક્ટર સુધી અને ખેતીથી લઈને ઓલિમ્પિક સુધીના તમામ પાસાઓને આવરી લઈને સરકારે ‘િવકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મજબૂત ડગ માંડÎા છે. બજેટ ‘િવકસિત ગુજરાત’ તરફની દિશાનું છે. જેમાં વેપારીઓ માટે ટેક્સ પ્રક્રિયાનું સરળીકરણ અને સામાન્ય જનતા માટે ઇલેક્ટ્રિક વાહનો પરની રાહત એ આ બજેટના સૌથી આકર્ષક પાસા રહ્યા છે. જેમાં ‘ઇઝ ઓફ લાવિંગ’ અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રીફોર્મ એક્સપ્રેસના રોડમેપને અનુસરીને, ગુજરાતના નાણામંત્રીએ જીએસટી પ્રક્રિયામાં મોટા સુધારા અને પર્યાવરણની જાળવણી માટે મહત્ત્વની જાહેરાતો કરી છે.

નાણામંત્રીએ આગામી 5 વર્ષ માટે રૂ. 50,000 કરોડના “િવકસિત ગુજરાત ફંડ”ની જાહેરાત સાથે સરકારે રાજ્યના લાંબાગાળાના વિકાસની મજબૂત કલ્પના કરી છે. જેમાંથી ચાલુ વર્ષ માટે હાઈ-સ્પીડ કોરિડોર, રીજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન અને એક્સપ્રેસ-વે જેવા પ્રોજેક્ટ્સ માટે રૂ. 10,000 કરોડ પ્રસ્તાવિત છે. પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત કરવા સ્ટેટ એક્સપ્રેસ-વે માટે રૂ.3000 કરોડ અને રેલવે કનેક્ટિવિટી વધારવા અમદાવાદ-સુરત વચ્ચે ‘રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (છછઝજ)ની સ્થાપના કરવાની પણ જોગવાઈ છે. ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ રૂ. 19,116 કરોડની ફાળવણી કરાઈ છે. સુરત અને અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા સ્માર્ટ પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે રૂ.200 કરોડ ફાળવ્યા છે. કડાણા ડેમ ખાતે ફ્લાટિંગ સોલર પ્રોજેક્ટ માટે રૂ. 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓ માટે ‘નમો લક્ષ્મી’ હેઠળ 1250 કરોડ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ‘નમો સરસ્વતી’ હેઠળ રૂ.250 કરોડની જોગવાઈ છે.

 ગ્રીન ગ્રોથ ઃ ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં 210 કરોડની મોટી રાહત

સરકારે ઇલેક્ટ્રિક વાહનો (ઊટ) પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું છે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો ઉપર જે 5 ટકાની ઉચ્ચક વાહન વેરામાં રિબેટ આપવામાં આવતી હતી, તેની મુદત એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ રિબેટને કારણે હવે ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓએ માત્ર 1 ટકા લેખે જ વેરો ભરવાનો રહેશે. આ નિર્ણયથી રાજ્યની જનતાને અંદાજે રૂ. 210 કરોડ જેટલી મોટી આર્થિક રાહત મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક