ભાલકાતીર્થ
નજીકના નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી
જૂનાગઢ,
તા.18 : મહાશિવરાત્રી મેળામાં મૃગીકુંડમાં સાધુ-સાધ્વીઓના વેશમા સાધુઓ સાથે શાહી સ્નાન
કરનાર કીર્તિ પટેલ સહિતનાઓ સામે ધાર્મિક લાગણી દુભાવી હોવાની મહામંડલેશ્વરએ પોલીસમાં
ફરિયાદ નોંધાવી છે.
મહાશિવરાત્રી
મેળામાં શિવરાત્રીની મધ્ય રાત્રીએ મૃગીકુંડમાં સ્નાનનો અધિકાર માત્ર દિગંબર સહિતના
સાધુ-સંતોને છે, આ માટે વર્ષોની પરંપરા ચાલી આવે છે. અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે
સાધુ, સાધ્વીના વેશમાં વિવાદાસ્પદ કિર્તી પટેલ સહિતનાઓએ સ્નાન કરી ધાર્મિક લાગણી દુભાવી
હોવાની મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શિવરાત્રીની મધરાતે રવેડીમાં જોડાયેલા સાધુ-સંતો
સ્નાન કરે છે ત્યારે સાધુના વેશમાં કીર્તિ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વરિયાએ સાદા
ડ્રેસમાં મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યાનો વીડિયો વાયરલ થયો હતો. આ સાથે તંત્ર હરકતમાં
આવ્યું હતું અને ત્રણેય અખાડાના વરિષ્ઠ સંતોનો અભિપ્રાય મેળવી કાનૂની કાર્યવાહી કરવાનો
નિર્ણય પ્રાંત અધિકારીએ જાહેર કર્યો હતો. વીડિયો વાયરલ થતા સાધુ સમાજમાં રોષ ઉઠ્યો
હતો. ત્યારે ભાલકાતિર્થના નિરાલી ખોડિયાર ઉદાસીન અખાડાના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ
સાધુઓની ધાર્મિક લાગણી દુભાય હોવાની કિર્તી પટેલ સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી
છે.