સેમિમાં બંગાળ સામે 6 વિકેટે યાદગાર વિજય
કલ્યાણી (પ. બંગાળ) તા.18: જમ્મુ - કાશ્મીર ટીમે ઇતિહાસ રચ્યો છે. 67 વર્ષના ઇતિહાસમાં તે પહેલીવાર રણજી ટ્રોફી ફાઇનલમાં પહોંચી છે. સેમિ ફાઇનલમાં આજે રમતના ચોથા દિવસે જમ્મુ-કાશ્મીર ટીમનો પૂર્વ ચેમ્પિયન બંગાળ વિરુદ્ધ 6 વિકેટે યાદગાર વિજય થયો હતો. જમ્મુ-કાશ્મીર ટીમ સામે 126 રનનું સામાન્ય વિજય લક્ષ્યાંક હતું. જે તેણે 34.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધું હતું. વંશજ શર્મા 43 અને અબ્દુલ સમદ 30 રને નોટઆઉટ રહ્યા હતા. મેચમાં કુલ 9 વિકેટ લેનાર જે એન્ડ કેનો મીડિયમ પેસ બોલર અકીબ નબી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. સેમિ ફાઇનલમાં મોહમ્મદ શમીએ પહેલા દાવમાં 8 વિકેટ લીધી હતી. જો કે તેનો આ દેખાવ બંગાળને જીત અપાવી શક્યો ન હતો.
બંગાળના પહેલા દાવમાં 328 રન થયા હતા. જવાબમાં જમ્મુ-કાશ્મીર ટીમે 302 રન કર્યા હતા. બીજા દાવમાં બંગાળનો 99 રનમાં ધબડકો થયો હતો.