• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

અજેય આફ્રિકાનો ઞઅઊ વિરુદ્ધ 6 વિકેટે વિજય


UAE : 20

ઓવર 6/122       

દ.આફ્રિકા: 13.2 ઓવર 4/123

નવી દિલ્હી, તા.18: દક્ષિણ આફ્રિકાનો ગ્રુપ ડીના અંતિમ મેચમાં યુએઇ વિરુદ્ધ 6 વિકેટે સરળ વિજય થયો છે. સતત ચાર વિજય સાથે ગ્રુપ ડીમાં 8 પોઇન્ટ સાથે દ. આફ્રિકા ટીમ ટોચ પર રહી છે. આ ગ્રુપમાંથી બીજી ટીમ તરીકે ન્યુઝીલેન્ડ ક્વોલીફાય થઇ છે. આજના મેચમાં આફ્રિકાએ 123 રનનો સામાન્ય વિજય લક્ષ્યાંક 40 દડા બાકી રાખીને 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને સર કરી લીધો હતો. 4 ઓવરમાં માત્ર 12 રન આપી 3 વિકેટ ઝડપનાર આફ્રિકી બોલર કોબિન બોશ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

આફ્રિકા તરફથી કપ્તાન એડન માર્કરમે 11 દડામાં પ ચોક્કા-1 છક્કાથી 28, રિયાન રિકલટને 16 દડામાં 3 ચોક્કા-2 છક્કાથી 30 અને ડેવાલ્ડ બ્રેવિસે 3 છક્કાથી ઝડપી 36 રન કર્યાં હતા. ડિકોક 14 રને આઉટ થયો હતો. સ્ટબ્સ 6 અને સ્મિથ 3 રને નોટઆઉટ રહ્યા હતા.

અગાઉ યૂએઇ ટીમના 20 ઓવરમાં 6 વિકેટે 122 રન થયા હતા. જેમાં આલિશાન શરાફૂના 38 દડામાં પ ચોક્કા-1 છક્કાથી 4પ રન મુખ્ય હતા. કપ્તાન મોહમ્મદ વાસીમે 22 રન કર્યાં હતા. આફ્રિકા તરફથી કોબિન બોશની 3 વિકેટ ઉપરાંત એનરિક નોર્ખિયાને 2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક